ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે લોન્ચ થશે OnePlus 7, શું હશે કિંમત?

OnePlus 7ના ફીચર અને સ્પેસિફિકેશન્સ લીક થયા છે

OnePlus 7 અંગે ઘણી અફવાઓ ઉડી રહી છે, ત્યાં જ હવે આ સ્માર્ટફોનના ફીચર અને સ્પેસિફિકેશન્સ લીક થયા છે

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: OnePlus 7 અંગે ઘણી અફવાઓ ઉડી રહી છે, ત્યાં જ હવે આ સ્માર્ટફોનના ફીચર અને સ્પેસિફિકેશન્સ લીક થયા છે. ઉપરાંત આ ફોનના કલર અંગે પણ માહિતી લીક થઇ છે. હાલમાં જ આ સ્માર્ટફોનને રિટેલર વેબસાઇટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો. ગિજટોપ નામની વેબસાઇટ પર નવપ્લસની કિંમત, તસવીર સહિતની માહિતી લીક થઇ હતી.

    લીક થયેલી માહિતી અનુસાર, OnePlus 7માં ગ્લાસ બેક પેનલ હોઇ શકે છે અને આને કંપની નવા કલર ઓપ્શન્સ ઉપરાંત ગ્રેડિએટ ડિઝાઇન સાથે લોન્ચ કરી શકે છે. લીક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું કે, ફોનનો ફ્રન્ટ બહુ જ અલગ હશે, આમાં ફુલર સ્ક્રીન અને પોપઅપ સેલ્ફી કેમેરો હશે. જોકે, તેના લોન્ચિંગ અંગે કોઇ માહિતી સામે આવી નથી.

    લિસ્ટિંગ અનુસાર, ફોનમાં ત્રણ કેમેરા હશે. રિયરમાં 48+20+16 મેગાપિક્સલ, જ્યારે સેલ્ફી માટે 16 મેગાપિક્સલ પોપ-એપ કેમેરો હશે. જ્યારે બેટરી માટે 44Wનું ડેથ ચાર્જિંગ આપવામાં આવશે. OnePlus 7ને કંપની ફાસ્ટ ચાર્જિંગ કેપબિલિટીઝ સાથે લોન્ચ કરી શકે છે.

    આ પણ વાંચો: બે વખત વાળી શકાય છે શિયોમીના આ સ્માર્ટફોન, જુઓ વીડિયો

    હાલમાં જ લીક થયેલી તસવીરો અનુસાર, આ ફોનમાં સ્નેપડ્રેગન 855 પ્રોસેસરની સાથે 12GB RAM હોઇ શકે છે. OnePlus 7 Oxygen OS પર બેસ્ડ એન્ડ્રોઇડ પાઇ પર કામ કરશે. ફોનમાં 6.5 ઇંચની AMOLED ડિસ્પ્લે હોવાની વાત કહેવામાં આવી છે.

    કિંમતની વાત કરીએ તો ગિજટોપ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પરથી કિંમત અંગે અંદાજ લગાડી શકાય છે. આ વેબસાઇટ અનુસાર તેની કિંમત 569 ડોલર એટલે કે 39,828 રૂપિયા હોઇ શકે છે.
    Published by:Azhar Patangwala
    First published: