ન્યૂઝ18 ગુજરાતી: વનપ્લસ 7 અને વનપ્લસ 7 પ્રોની લોન્ચિંગ ડેટ નજીક આવી રહી છે તેમ-તેમ તેની સાથે જોડાયેલી માહિતીઓ પણ સામે આવી રહી છે. આ સ્માર્ટફોન્સના કેમેરા અને ફીચર્સ ઉપરાંત હવે જાણવા મળ્યું છે કે, આ સ્માર્ટફોન બે કલર વેરિએન્ટમાં લોન્ચ કરાશે.
જર્મન ટેક્નોલોજી સાઇટ WinFuture.deના રિપોર્ટ પ્રમાણે, વનપ્લસ 7 પ્રો ક્લાસિક બ્લેક અને ન્યૂ નેબુલા બ્લૂ કલરમાં લોન્ચ થશે. આના ફીચર્સની વાત કરીએ તો આમાં તમને કોઇ નોચ નહીં મળે. ત્યાં જ આમાં ફુલ સ્ક્રીન હશે અને ચિનને સાથે બહુ જ પાતળું બેઝેલ હશે.
આની સ્ક્રીન સાઇઝ 6.67 ઇંચ હશે, જેનું રિઝોલ્યુશન 3120 x 1440 પિક્સલ હશે. ફોનમાં તમને ટ્રિપલ કેમેરા સેટઅપ મળશે, જેને વર્ટિકલી એરેન્જ કરવામાં આવ્યું છે. આનો પ્રાઇમરી કેમેરો 48 મેગાપિક્સલનો હશે, જે 16 મેગાપિક્સલના અલ્ટ્રા-વાઇડ એંગલ અને 8 મેગાપિક્સલના 3x ઝૂમ લેન્સ સાથે પેયર્ડ હશે. આ ઉપરાંત ફોનમાં 16 મેગાપિક્સલ પોપ-અપ સેલ્ફી કેમેરો મળશે.
39,500 હશે OnePlus 7ની કિંમત
કંપની તરફથી ફોનની કિંમત અંગે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ માર્કેટ રિસર્ચ ફર્મ techARC અનુસાર વનપ્લસ 7ના બેઝિક વેરિએન્ટની કિંમત 39,500 રૂપિયા હશે.
વનપ્લસ 7 સીરિઝ સ્માર્ટફોન 14 મેના રોજ સાંજે 8 વાગ્યે બેંગલુરુમાં લોન્ચ કરવામાં આવશે. ઉપરાંત આ ફોનને લંડન, ન્યૂયોર્ક અને બીજિંગમાં પણ આ દિવસે જ લોન્ચ કરાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર