Home /News /tech /OnePlus 7માં હોઇ શકે છે DSLR જેવો કેમેરો?

OnePlus 7માં હોઇ શકે છે DSLR જેવો કેમેરો?

આ ફોનમાં ઝૂમ કરશો તો પણ નહીં થાય ક્લિયારીટી ખરાબ

આ ફોનમાં ઝૂમ કરશો તો પણ નહીં થાય ક્લિયારીટી ખરાબ

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની OnePlus તેમનો નવો ફોન OnePlus 6Tની વિશાળ સફળતા બાદ OnePlus 7 લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, તેમ છતાં OnePlus 7ને લઇને કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ લીક અહેવાલોમાં અનેક વાતો સામે આવી રહી છે. એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવે છે કે વનપ્લસ 7માં, વિશિષ્ટ ડિઝાઇનવાળી ડિસ્પ્લે સાથે વિશિષ્ટ કૅમેરો મળી આવશે. કેમેરાની ગુણવત્તા વિશે કહેવામાં આવી રહ્યું છે કે વનપ્લસ 7માં ડીએસએલઆર જેવો કેમેરો હશે.

ઓપ્પોએ સોમવારે જણાવ્યું હતું કે તે ટૂંક સમયમાં 10x ઓપ્ટિકલ ઝૂમ કેમેરા સાથે તેનો નવો સ્માર્ટફોન લોન્ચ કરશે. તે જ સમયે, એવું પણ કહેવામાં આવ્યું છે કે કેટલીક આ જ ટેકનીકને વનપ્લસ તેના સ્માર્ટફોનમાં આપશે. આ રીતે વનપ્લસમાં પણ 10X ઝૂમ પણ હશે. OnePlus અને Oppo બીબીકે ઇલેક્ટ્રોનિક્સની માલિકીની જુદી જુદી કંપનીઓ છે.



સ્માર્ટફોનમાં 10x ઝૂમ ઓપોએ જૂની ટેકનીક 5X ઓપ્ટિકલ જુમનું જ અપગ્રેડ વર્ઝન છે જે કંપનીએ પહેલી વખત મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2018માં બતાવ્યું હતુ. એ નક્કી છે કે OnePlus 7 ક્વાલમકોમ અને સ્નેપડ્રેગન 855 પ્રોસેસર સાથે લોન્ચ થશે.

આ કિસ્સામાં, તે વિશ્વનો સૌથી ઝડપી પ્રોસેસર ધરાવતો સ્માર્ટફોન હશે. તે જ સમયે તે પણ શક્ય છે કે OnePlus 7ને 5G સપોર્ટ સાથે લોન્ચ કરવામાં આવશે. કંપનીએ આ માહિતી પહેલેથી આપી દીધી છે કે વનપ્લસ 7 કંપનીનો પહેલો 5જી સપોર્ટ ફોન હશે.
First published:

Tags: Oneplus, Oneplus 7, Smart phone, ટેક ન્યૂઝ, મોબાઇલ

विज्ञापन