OnePlus 7 બિલકુલ અલગ હશે સેલ્ફી કેમેરો, લીક થઇ તસવીર

OnePlus 7ની માહિતી લીક થઇ છે

OnePlus 7ને લઇને ઘણી અફવાઓ સામે આવી રહી છે, ત્યારે તેનું એક નવું ફીચર સામે આવ્યું છે

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: વનપ્લસના નવા સ્માર્ટફોન OnePlus 7ને લઇને ઘણી અફવાઓ સામે આવી રહી છે, ત્યારે તેનું એક નવું ફીચર સામે આવ્યું છે. કહેવાય છે કે, આ નવા ફોનમાં ખાસ સેલ્ફી કેમેરો હશે. ઓનલીક્સે વનપ્લસની તસવીર જાહેર કરી છે. જેમાં જોઇ શકાય છે કે, આ સ્માર્ટફોનમાં પોપ-અપ સેલ્ફી કેમેરા છે. સાથે જ તેના રિયરમાં ત્રણ કેમેરા દેખાય છે. હાલમાં જ Vivo V15 Proમાં pop-up સેલ્ફી કેમેરા જોવા મળ્યો હતો.

    આવું પહેલીવાર નથી કે OnePlus 7ની માહિતી લીક થઇ હોય. આ પહેલાં પણ નવપ્લસની ડિઝાઇનની તસવીરો સામે આવી હતી. જે જોઇને અંદાજ લગાડવામાં આવ્યો હતો કે તેમાં સૌથી મોટ ફેરફાર નોચનો હશે. આ વખતે ફોનમાં નોચ નથી.


    અગાઉ લીક થયેલી તસવીર


    ઉપર આપવામાં આવેલી તસવીરમાં OnePlus 7 સાથે વનપ્લસ 6T પણ છે. તસવીરમાં દેખાય છે કે આ ફોનમાં થિન બેઝલ્સ છે. ઉપરાંત OnePlus 6Tની સરખામણીએ વનપ્લસ 7માં સ્પીકર મોટું છે. લીક થયેલી તસવીર ધ્યાનથી જોતાં સમજાય છે કે, આના ફ્રન્ટમાં સેલ્ફી કેમેરા નથી. બની શકે છે કે હાલમાં જ સામે આવેલી માહિતી સાચી પડી જાય અને આ ફોનમાં પોપ-અપ કેમેરો હોય.

    આ પણ હોઇ શકે છે ફીચર્સ

    આ ફોનમાં સ્નેપડ્રેગન 855 પ્રોસેસર છે. આ પહેલાં કંપનીએ OnePlus 6Tમાં Warp Charge 30 ચાર્જિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો. આ વખતે પણ માનવામાં આવી રહ્યું છે કે, આ નવો ફોન પણ આ ટેક્નિક સાથે રજૂ કરવામાં આવશે.
    Published by:Azhar Patangwala
    First published: