Home /News /tech /OnePlus 6Tથી સસ્તો હશે OnePlus 7, જાણો ફિચર્સ અને કિંમત

OnePlus 6Tથી સસ્તો હશે OnePlus 7, જાણો ફિચર્સ અને કિંમત

સેલ્ફી માટે તેમા 16 મેગાપિક્સલનો પોપ-અપ કૅમેરો હશે.

સેલ્ફી માટે તેમા 16 મેગાપિક્સલનો પોપ-અપ કૅમેરો હશે.

વનપ્લસ 7ની અનેક અફવાઓ વચ્ચે આ ફોન હવે રિટેલરની વેબસાઇટ પર જોવા મળ્યો છે. ગિઝટૉપ નામની વેબસાઇટ પર વનપ્લસની કિંમત ફોટો અને વધુ માહિતી આપવામાં આવી છે. ફોનની આગળની બાજુ જોઇ શકાય છે કે તેમાં નોચ ડિસ્પ્લે હશે. માહિતી અનુસાર આ ફોનમાં 12 જીબી રેમ સાથે સ્નેપડ્રેગન 855 પ્રોસેસર હોઈ શકે છે. વનપ્લસ 7 ઓક્સિજન ઓએસ પર આધારિત એન્ડ્રોઇડ પાઇ પર કામ કરશે. ફોનમાં 6.5-ઇંચની એમોલેડ ડિસ્પ્લે હોવાનું કહેવામાં આવ્યું છે.

યાદી મુજબ ફોનમાં ત્રણ કેમેરા હશે, 48 + 20 + 16 મેગાપિક્સલનો, સેલ્ફી માટે તેમા 16 મેગાપિક્સલનો પોપ-અપ કૅમેરો હશે. બેટરી માટે તેમા 44 ડબ્સ નું ડેશ ચાર્જિંગ હશે.



આ પણ વાંચો:  OnePlus 7માં હશે પોપ-અપ સેલ્ફી કેમેરો, જાણો ક્યારે થશે લોન્ચ

આ ઉપરાંત ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યુ છે. વનપ્લસના સીઇઓ પેટ લૌએ ની સેનેટે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે OnePlusમાં વાયરલેસ ચાર્જિંગ ટેકનોલોજી આપવામાં આવશે નહીં.

ગિઝટોપ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતીને કારણે તેની કિંમતનું પણ અનુમાન લગાવી શકાય છે. આ વેબસાઈટ પર વનપ્લસ 569 ડોલરની કિંમતે ઉપલબ્ધ થશે, જેનો અર્થ એ છે કે તે ભારતીય માર્કેટમાં રૂ. 39,828 હોઇ શકે છે. જો આવું થાય છે, તો આનો અર્થ એ છે કે OnePlus 6Tથી ઓછી કિંમતમાં આવી શકે છે.
First published:

Tags: Mobile phone, Oneplus 6t, Oneplus 7, ટેક ન્યૂઝ, સ્માર્ટફોન