વનપ્લસના નવા સ્માર્ટફોન OnePlus 7ને લઇને ઘણી અફવાઓ સામે આવી રહી છે, ત્યારે હવે આ ફોનના એન્ગલ ફોટા લીક થઈ ગયા છે. ટ્વિટર હેન્ડલે વનપ્લસના અનેક ફોટા અપલોડ કર્યા છે, જેમા જોઈ શકાય છે કે આ ફોનમાં ફ્રન્ટ ફેસિંગ કેમેરો આપવામાં આવ્યો નથી. જો કે ફોનની લીક થયેલી તસવીરોને ધ્યાનમાં રાખી, પોપ-અપ સેલ્ફી કેમેરો આપવાની વાત સામે આવી હતી. ટ્વીટર પોસ્ટ પરથી એ જાણવા મળ્યું છે કે આમા રિયરમાં ત્રણ કેમેરા હોઇ શકે છે.
પહેલા આવેલી વન પ્લસની ડિઝાઇન ફોટામાં સૌથી મોટો ફેરફાર તેની ટોચને લઇને જોવા મળ્યો હતો. આ વખતે ફોનમાં નોચ આપવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે આ ફોનમાં સ્નેપડ્રેગન 855 પ્રોસેસર હશે.
આ પહેલા કંપનીએ ચાર્જીગ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો, આ વખતે પણ આ ફોન આ ટેકનીકથી સજ્જ હશે, આ ફિચરથી વનપ્લસ 7 ના ચાહકો ખુશ તો થઇ શકે છે પરંતુ તેમા અનેક ફિચર એવા છે જેનાથી યૂઝર નિરાશ થઇ શકે છે.
લીક થયેલા ફોટો જોઇએ તો તેમા પંચહોલ અને નોચ ગાયબ છે. એવુ અનુમાન લાગવવામાં આવે છે કે કે ફ્રન્ટ-ફેસિંગ પોપ-અપ સેલ્ફી કેમરા આપવામાં આવશે. પોપ-અપ સેલ્ફી કેમેરા સ્લાઇડ કરવામાં સમય લેતો નથી સાથે જ મેકેનિકલના કારણે એ જલ્દી ખરાબ થઇ જાય છે.
ખૂબ રાહ જોઇ રહેલા વનપ્લસ 7 માં ફિચર્સ ખાસ હશે અને પહેલા કરતા ફોન અલગ હશે.
આ પેહલા ફોનને રિટેલર વેબસાઇટ પર સ્પૉટ કરવામાં આવ્યો હતો. ગિઝપેટની વેબસાઇટ પર વનપ્લસની કિંમત લીક થઈ હતી. ગિઝેટોપ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતીથી તેની કિંમતનું અનુમાન કરી શકાય છે. આ વેબસાઈટ પર, વનપ્લસે 569 ડોલરની કિંમતે ઉપલબ્ધ કરાવ્યો છે, જેનો અર્થ એ છે કે તે ભારતીય માર્કેટમાં રૂ. 39,828 નો હોઇ શકે છે. જો આવું થાય છે, તો આનો અર્થ એ છે કે OnePlus 6T કરતા પણ ઓછી કિંમતમાં આવી શકે છે. વનપ્લસ 6ટીના 8જીબી + 12 જીબીની કિંમચ રૂ. 41,999 છે અને 8GB + 256GBની કિંમત 45,999 રુપિયા છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર