OnePlus 7 લોન્ચ ઇવેન્ટ પર 23 એપ્રિલે થઇ શકે છે જાહેરાત

OnePlusની લોન્ચ તારીખની પુષ્ટિ થવાના બે દિવસ બાકી છે.

OnePlusની લોન્ચ તારીખની પુષ્ટિ થવાના બે દિવસ બાકી છે.

  • Share this:
    OnePlusની લોન્ચ તારીખની પુષ્ટિ થવાના બે દિવસ બાકી છે. ઓફિશયલ ટીઝર બાદ કંપનીના સીઇઓ Pete Lauએ ટ્ટિટર પર કહ્યું છે કે મંગળવારે એટલે કે 23 એપ્રિલે વન પ્લસની લોન્ચ ઇવેન્ટની જાહેરાત કરવામાં આવશે.

    અફવાઓથી ઘેરાયેલા આ ફોન વિશે અનેક માહિતી સામે આવી ચુકી છે, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે OnePlus 7 પર 14 મે ના રોજ પડદો ઉઠશે.

    આ ઉપરાંત પેટ લોએ તાજેતરમાં ટ્વિટર પર સત્તાવાર ટીઝરને બહાર પાડ્યું હતું, જેમા જોઈ શકાય છે કે આવનાર ફોન ‘curved display’ સાથે રજૂ કરવામાં આવશે. ટ્વીટમાં લાઉએ ફોન વનપ્લસ માટે 'ઝડપી અને સરળ' કેપ્શન લખ્યું છે.



    જો કે, ટીઝરે ફોનની ખૂબ નાની ઝાંખી બતાવી છે અને તેની સુવિધાઓ વિશે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. ટીઝરમાં ફોનની એક બાજુ બતાવવામાં આવી છે, જેને જોવામાં આવે તો તેમા નંબર 7 બતાવે છે. આ પહેલા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે વનપ્લસ 7 પ્રો ને પણ લોન્ચ કરવામાં આવશે.



    આ ટીઝરમાં આવી કોઈ જાહેરાત નથી કે બતાવવામાં આવેલો ફોન OnePlus 7 પ્રો છે. તેથી હવે તે જોવાનું છે કે કંપની પાસે OnePlus 7 સાથે સાથે અન્ય પ્રોડક્ટ્સ રજૂ કરે છે.

    વનપ્લસ 7ને લઇને અનેક અફવાઓ આવી ચુકી હતી અને તાજેતરમાં, ટ્વિટર પરની કેટલીક નવી સુવિધાઓ અંગેની માહિતી પણ લીક થઈ ગઈ. ટીપસ્ટર ઇશાને ગઈકાલે સાંજે ટ્વીટ કર્યું કે વનપ્લસ 7 પ્રો એક ક્વાડ એચડી + ડિસ્પ્લે ઓફર કરશે. લીક થયેલી માહિતી મુજબ, વનપ્લસ 7 પ્રોમાં ટ્રીપલ રીયર કૅમેરો હશે. ફોનમાં સ્ટીરિઓ સ્પીકર્સને USB 3.1 માટે સપોર્ટ સાથે રજૂ કરવામાં આવશે. પાવર માટે ફોનમાં 4,000 એમએએચ બેટરી હશે.
    Published by:Bhoomi Koyani
    First published: