OnePlus તેના નવા સ્માર્ટફોન લોન્ચ કરશે. બે માર્કી ફોન્સ અને અન્ય એક 5જી ફોન લોન્ચ કરવાની ધારણા છે. પહેલો ફોન જુન અને જુલાઈની આસપાસ રજૂ કરી શકે છે, ચીનના ટીપ્સ્ટર, @ સેટેવેન એસબીબીએ વનપ્લસ7ની તસવીર લીક કરી છે, આ વીડિયોના પ્રિવ્યુમાં જોઇ શકાય છે કે આ ફોનમાં કોઇ નોચ ડિસ્પ્લે, ફુલવ્યૂ સ્ક્રીન અને કોઈ પંચ-હોલ કૅમેરો હશે નહીં.
આ સ્માર્ટફોન મેટલ અને ગ્લાસમાંથી બનાવવામાં આવ્યો છે, જ્યારે તેની પાછળ ત્રણ વર્ટીકલ કેમેરા છે અને ફોનની પાછળની બાજુ સ્લેટ જોવા મળશે. એલઇડી ફ્લેશ પણ આ ફોનનાં મુખ્ય કેમેરાની નીચે જ છે, કંપનીએ લોગોને ફોનની પાછળની તરફ છાપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર ફોનની પાછળ તરફ જોવા નહીં મળે.
ફોનની ફ્રન્ટ ડિઝાઇનને પણ વીડયોમાં પણ બતાવવામાં આવી છે, અને તે દર્શાવે છે કે આ ફોનમાં ડિસ્પ્લેની ટોચ પર એક નાનકડું કેમેરા છિદ્ર છે, અને તે કેમેરો આમાં કેન્દ્રિત છે. " isDesktop="true" id="843421" >
સીએનઇટી એન એસ્પાનોલના એક અહેવાલ અનુસાર, "કંપનીના પ્રવક્તા" એ પુષ્ટિ કરી છે કે વનપ્લસ 7 એ 5 જી ફોન નહીં હોય. અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વનપ્લનમાં "સંપૂર્ણ નવી લાઇનનો સમાવેશ થશે"
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર