Home /News /tech /આજે સૌથી મોટી ઇવેન્ટ,લોન્ચ થશે oneplus 7 અને oneplus 7 pro
આજે સૌથી મોટી ઇવેન્ટ,લોન્ચ થશે oneplus 7 અને oneplus 7 pro
બ્લૂ કલરમાં લોન્ચ થશે OnePlus 7 Pro
OnePlus ના ઇતિહાસમાં એવું પહેલીવાર થશે કે જ્યારે એક સાથે ઇન્ડિયા, અમેરિકા અને યૂરોપમાં આ ફોન લોન્ચ કરવામાં આવશે., જેમાં ત્રણ જગ્યાએથી 8,000 ફેન્સ ભાગ લેશે.
વનપ્લસ 7 સીરીઝનાં સ્માર્ટફોન્સ પરથી આજે પડદો ઉઠશે. ભારત સહિતનાં સ્માર્ટફોન, 14 મી મેના રોજ યુ.એસ. અને યુરોપમાં લોન્ચ કરશે. કંપનીએ કહ્યું છે કે તે OnePlus ના ઇતિહાસમાં સૌથી મોટું વૈશ્વિક લોન્ચ હશે, જેમાં તમામ ત્રણ જગ્યાએ 8,000 ફોન્સ ભાગ લેશે. આ ફોન બેંગલોર ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે રાત્રે 8:15 વાગ્યે લોન્ચ થશે. તેનું લાઇવ સ્ટ્રીમિંગ તમે ફેસબુક અને યુ ટ્યુબ ઉપર જોઇ શકો છો.
લક્ષણો
OnePlus એ સોશિયલ મીડિયા પર નાના નાના ટીઝર્સ આપીને ઘણું કહ્યું છે. કંપનીની માહિતી અનુસાર, વનપ્લસ 7 પ્રો માં નોચ નથી. એચડીઆર 10 સાથે AMOLED ડિસ્પ્લે છે. તેમાં યુએફએસ 3.0 ફ્લેશ સ્ટોરેજ, પોપ-અપ ફ્રન્ટ ફેસિંગ કેમેરા અને પાછળનો ટ્રીપલ કેમેરો પણ છે. તેમા 4,000 એમએએચ બેટરી આપવામાં આવશે.
OnePlus 7 માં 6.4-ઇંચની FHD + ડિસ્પ્લે હશે. આ સ્માર્ટફોન ટ્રીપલ રિયર કેમેરા સેટઅપ સાથે આવશે, જેમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો હશે. આ ઉપરાંત, બીજો કેમેરો 8 મેગાપિક્સલનો હશે, જે 3X ઓપ્ટિકલ ઝૂમ સાથે આવશે અને ત્રીજો કેમેરો 16 મેગાપિક્સલનો હશે.
કલર વેરિયન્ટ્સ માહિતી લીક
તાજેતરમાં આઇ જર્મન ટેકનોલોજી સાઇટ WinFuture.de ના રિપોર્ટમાં ખુલાસો થયો કે વનપ્લસ 7 પ્રો ક્લાસિક બ્લેક અને ન્યૂ નેબુલા બ્લૂ કલરમાં લોન્ચ થશે. આ ઉપરાંત ટિપ્સટર રોનાલ્ડ ક્રાન્ડે ટ્વીટર પર વનપ્લસની કેટલીક તસવીર શેર કરી છે અને દાવો કર્યો છે કે આ ફોન વન પ્લસ 7 પ્રો છે.
આટલી હોઇ શકે છે કિંમત
કંપનીએ સ્માર્ટફોની કિંમતને લઇને કોઇ સ્પષ્ટતા કરી નથી પરંતુ OnePlusના સીઇઓ પીટ લાઉએ કહ્યુ હતુ કે આવનાર નવો ફોન વન પ્લસ 7 વન પ્લસ 6ટી કરતા મોંઘો હશે. આંદાજ લગાવી શકાય છે કે શરુઆતી કિંમત 50,000 હોઇ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર