Home /News /tech /

આજે લોન્ચ થશે OnePlus 6T, જાણો કેવા હોઇ શકે છે ફિચર્સ

આજે લોન્ચ થશે OnePlus 6T, જાણો કેવા હોઇ શકે છે ફિચર્સ

OnePlus એ Twitter પર એક વીડિયો રિલિઝ કર્યો છે, જેમાં ઇવેન્ટની તૈયારી બતાવવામાં આવી રહી છે.

OnePlus એ Twitter પર એક વીડિયો રિલિઝ કર્યો છે, જેમાં ઇવેન્ટની તૈયારી બતાવવામાં આવી રહી છે.

    OnePlus 6T ના લોન્ચમાં બસ થોડા જ કલાકો બાકી છે. લોન્ચની શરૂઆત 29 ઓક્ટોબરના રોજ ન્યૂયોર્કમાં 11 વાગ્યે એટલે કે ભારતીય સમય પ્રમાણે  8:30 વાગ્યે રાત્રે શરૂ થશે. આ પહેલા આ ફોન 30 ઓક્ટોબરના રોજ લોન્ચ થવાનો હતો, પરંતુ તાજેતરમાં કંપનીના CEO Pete Lauએ તારીખ બદલવાની જાહેરાત કરી હતી.

    કંપનીના સીઈઓએ ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી છે કે OnePlus 6T, 30 ઓક્ટોબર બદલે 29 ઓકટોબરના રોજ લોન્ચ થશે. હકીકતમાં, ન્યૂયોર્કમાં 30 ઓક્ટોબરે એપલની ઇવેન્ટ પણ છે જેમા કંપની, નવું આઇપેડ લોન્ચ કરી શકે છે. આને ધ્યાનમાં રાખીને, વનપ્લસ 6T સ્માર્ટફોનનું લોન્ચિગ ફોરવર્ડ કરવામાં આવ્યું હતું.

    આ સમગ્ર ઇવેન્ટનું લાઇવ બ્રોડકાસ્ટ YouTube પર, જેની લિંક નીચે આપવામાં આવી છે.
    આ ઉપરાંત વનપ્લસે Twitter પર એક વીડિયો જારી કર્યો છે, કે જેમાં ઇવેન્ટની તૈયારીને બતાવવામાં આવી રહી છે.



    આ હોઈ શકે છે OnePlus 6Tની સુવિધાઓ
    OnePlus 6T માં 6.41 ઇંચ પૂર્ણ-એચડી + (1080x2340 પિક્સેલ્સ) AMOLED ડિસ્પ્લે છે. આ ફોનમાં ક્વાલમકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસરની સાથે એડ્રેનો જીપીયૂ આપવાની આશા છે. એવું કહેવાય છે કે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ છે. OnePlus 6T Android 9.0 ઓરેયો પર કામ કરશે.



    લીક માહિતી અનુસાર, સ્માર્ટફોનમાં પાવર માટે 3700 mAHની બેટરી હોઇ શકે છે, અને કેમેરાની વાત કરીએ તો આમા ડ્યુઅલ કેમેરા સેટઅપ હોઇ શકે છે. જેમા પ્રાઇમરી સેન્સર 16 મેગાપિક્સેલનું છે અને સેકન્ડરી સેન્સર 20 મેગાપિક્સેલનું છે. સ્માર્ટફોનમાં 20 મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

    OnePlus 6T में 4G LTE, વાઇફાઇ 802.11AC, બ્લૂટુથ 5.0, GPS/ A-GPS, NFC અને USB Type-C કનેક્ટીવિટી ફિચર આપવામાં આવશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: New York, Oneplus 6t, ટેક ન્યૂઝ

    આગામી સમાચાર