પહેલીવાર 9 હજાર રૂપિયા ઓછી કિંમતમાં મળી રહ્યું છે OnePlus 6T

પહેલીવાર 9 હજાર રૂપિયા ઓછી કિંમતમાં મળી રહ્યું છે OnePlus 6T

જો તમે મોંઘો ફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો તો OnePlus 6T એક સારો વિકલ્પ છે

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: એમેઝોન પર Summer Saleની શરૂઆત થઇ ચૂકી છે. આ સેલ 4 મેથી લઇને 7 મે સુધી ચાલશે. જેમાં ગ્રાહકો મોંઘા સ્માર્ટફોન પર 40% સુધીની છૂટ મેળવી શકશે. જો તમે મોંઘો ફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો તો OnePlus 6T એક સારો વિકલ્પ છે. આ સેલમાં OnePlus 6Tને 29,999ની શરૂઆતી કિંમતમાં ખરીદી શકાય છે. આ ફોન પર આ અત્યાર સુધીની સૌથી સસ્તી ઓફર છે. એમેઝોન આ ફોનના બેઝ વેરિએન્ટ પર 8,000 રૂપિયાની છૂટ આપી રહ્યું છે. જેમાં 6GB/128GB સ્ટોરેજ છે. આ વેરિએન્ટની અસલ કિંમત 37,999 રૂપિયા છે. ગયા મહિને એમેઝોન ફેબ ફોન ફેસ્ટમાં આ વેરિએન્ટ 34,999 રૂપિયામાં ઉપલબ્ધ હતું.

    આના બીજા વેરિએન્ટની વાત કરીએ તો 8GB/128GB અને 8GB/256GB વેરિએન્ટ પર 9,000 રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે. જેના 8GB/128GBની અસલ કિંમત 32,999 રૂપિયા અને 8GB/256GB વેરિએન્ટની કિંમત 36,999 રૂપિયા છે. ઉપરાંત SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર 10% કેશબેક, 1500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. સાથે જ Amazon Pay દ્વારા 1,465 રૂપિયા સુધીની છૂટ મેળવી શકો છો.

    નવા ફોન લોન્ચ કર્યા બાદ OnePlus તેના જૂના સ્માર્ટફોન બંધ કરી દે છે, તો બની શકે કે OnePlus 6T પર આ ઓફર છેલ્લી હોય. ઉલ્લેખનીય છે કે, ભારતમાં OnePlus 7 અને OnePlus 7 Pro લોન્ચ માટે તૈયાર છે.

    આ પણ વાંચો: 'ફાની' વાવાઝોડામાં ફસાયેલા લોકોને બચાવવા માટે મદદ કરશે આ એપ

    OnePlus 6Tની ખાસિયત

    લોન્ચિંગ દરમિયાન કંપનીએ દાવો કર્યો હતો કે, OnePlusનો આ ફોન દુનિયાનો સૌથી ઝડપી ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરવાળો ફોન છે. જેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ રીડરનો ઉપયોગ થયો છે. આ ફોનના કેમેરાની વાત કરીએ તો તેના રિયરમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. ફોનના રિયરમાં 20 મેગાપિક્સલ અને 16 મેગાપિક્સલ કેમેરા છે. જ્યારે સેલ્ફી માટે આમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. આ ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર છે. સાથે જ ફાસ્ટ ચાર્જિંગ માટે આમાં 3,700 mAhની બેટરી આપવામાં આવી છે.
    Published by:Azhar Patangwala
    First published: