Home /News /tech /આ ટોપ સ્માર્ટફોન પર પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ, આ રીતે ઉઠાવો લાભ

આ ટોપ સ્માર્ટફોન પર પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ, આ રીતે ઉઠાવો લાભ

આ ફોન દુનિયાનો સૌથી ઝડપી ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર ધરાવે છે.

આ ફોન દુનિયાનો સૌથી ઝડપી ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર ધરાવે છે.

જો તમે સસ્તી કિંમતે સ્માર્ટફોન ખરીદવાની વિચારણા કરી રહ્યા છો, તો તમારી પાસે એક સારી તક છે, કારણ કે શ્રેષ્ઠ એન્ડ્રોઇન સ્માર્ટફોન OnePlus 6T વર્ષ 2018નો ટોપ સ્માર્ટફોન છે. તે માં 3500 રુપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

હકીકતમાં, કંપનીએ 29 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી સુધી વનપ્લસ 6T સ્માર્ટફોન પર સેલનું આયોજન કર્યું છે. આ સમય દરમિયાન, જો તમે આ સ્માર્ટફોનની ખરીદી એચડીએફસી ક્રેડિટ કાર્ડથી કરો છો તો તમને 1500 રુપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત કંપની આ પર એક્સચેન્જ ઓફર પણ આપી રહી છે. જેના હેઠળ જો તમે જૂનો ફોન વન પ્લસ સ્માર્ટફોન એક્સચેન્જ કરાવો છો તો 2000 રુપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

આ સ્માર્ટફોનની 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ ધરાવતા વેરિએન્ટની કિંમત 37.999 રૂપિયા છે. જ્યારે 8GB RAM અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજના સ્મા્ટફોનની કિંમત 41999 રૂપિયા છે.



આ પણ વાચો:  રેલવેની એક ટિકિટથી આપો પૂરા પૈસા, બીજી ટિકિટ પર મેળવો ફ્લેટ 50% ડિસ્કાઉન્ટ

લોન્ચ દરમિયાન, કંપનીએ દાવો કર્યો હતો કે વન પ્લસનો આ ફોન દુનિયાનો સૌથી ઝડપી-ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર ધરાવતો સ્માર્ટફોન છે, જેમા ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ રીડરનો ઉપયોગ થયો છે. ફોનમાં લાગેલા કેમેરાની વાત કરીએ તો રિયરમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. ફોનના રિયરમાં 20 મેગાપિક્સેલ અને 16 મેગાપિક્સેલ કેમેરો છે. જ્યારે સેલ્ફી માટે 16 મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરો છે. આ ફોનમાં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર છે અને ઝડપી ચાર્જિંગ માટે 3,700 એમએએચ બેટરી આપવામાં આવી છે.
First published:

Tags: Mobile company, Phone discount, Smart phone, ટેક ન્યૂઝ