Home /News /tech /

15 નવેમ્બરે નવા આવતારમાં આવી રહ્યો છે OnePlus 6T, જુઓ Video

15 નવેમ્બરે નવા આવતારમાં આવી રહ્યો છે OnePlus 6T, જુઓ Video

કંપનીએ ટ્વીટ કરી જણાવ્યુ કે OnePlus 6T નું થંડરબર્ડ કલર વેરિયન્ટ 15 નવેમ્બરથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કંપનીએ ટ્વીટ કરી જણાવ્યુ કે OnePlus 6T નું થંડરબર્ડ કલર વેરિયન્ટ 15 નવેમ્બરથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

    જો તમે ગયા મહિને લોન્ચ કરેલા વનપ્લસ 6Tને ખરીદવા માટે વિચારી રહ્યાં છો તો થોડી રાહ જોવી પડશે. કંપનીએ પોતાની ફ્લેગશિપ સ્માર્ટફોન વનપ્લસ 6T ને નવા અવતારમાં લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ ટ્વીટ કરી જણાવ્યુ કે OnePlus 6T નું થન્ડરબર્ડ કલર વેરિયન્ટ 15 નવેમ્બરથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. કંપની આ નવા ફોનને બે કલર મીડનાઇટ બ્લેક અને મિરર બ્લેક કલર વેરિયેન્ટમાં રજૂ કરશે.

    આ નવા કલર વેરિયન્ટને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ચીનમાં થંડર પર્પલ વર્ઝન માત્ર 8GB RAM 128GB મેમરી વર્ઝનમાં રજૂ કર્યો છે અને તેથી આશા કરવામાં આવી રહીછે કે ભારતમાં પણ આ જ વેરિયન્ટ લોન્ચ થશે.



    OnePlus 6T ના બેઝ મોડલની કિંમત 37,999 રૂપિયા છે. આ મોડલમાં 6GB RAM અને 128GB ની સ્ટોરેજ મળશે. તે જ સમયે, 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ ધરાવતા મોડલની કિંમત 41,999 રૂપિયા છે, જ્યારે 8 જીબી રેમ અને 256 જીબી સ્માર્ટફોન 45,999 રૂપિયામાં મળશે. OnePlus ના Type C Bullets એરફોનની કિંમત 1490 રુપિયા હશે.

    વિશ્વના સૌથી ઝડપી ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરનો દાવો

    OnePlusનો દાવો છે કે OnePlus 6T માં વિશ્વના સૌથી ઝડપી ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. OnePlus 6T માં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ રીડરનો ઉપયોગ કરીને સ્ક્રીન અનલોક રજૂ કરેલ છે.

    OnePlus 6Tના કૅમેરા

    જો આ ફોનમાં લગાવેલા કેમેરોની વાત કરીએ તો તેના રિયરમાં ડ્યૂએલ કેમેરા સેટઅપ હશે. ફોનની રિયરમાં 20 મેગાપિક્સેલ અને 16 મેગાપિક્સેલ કેમેરા હશે. ત્યાં, આ ફોનમાં સેલ્ફી માટે 16 મેગાપિક્સેલનો કેમેરો આપ્યો છે. ફોનમાં સ્ક્રીન અનલૉક કરશે. આ ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર હશે. તેની સાથે ઝડપી ચાર્જિંગ માટે તેમાં 3,700 એમએએચ બેટરી આપવામાં આવી છે.

    OnePlus 6Tમાં લો લાઇટ મોડ નાઈટસ્કેપ હશે

    OnePlus નો દાવો છે કે OnePlus 6T શ્રેષ્ઠ ગેમિંગ એક્સપિરિયન્સ ડિલીવર કરે છે. OnePlus 6T માં સ્માર્ટબુસ્ટ આપવામાં આવ્યો છે, જે એપલોડ સમયને 20 ટકા સુધી ઘટાડે છે. OnePlus એ OnePlus 6Tમાં લો લાઇટ મોડ નાઇટસ્કેપ રજૂ કર્યુ છે, જે નબળી લાઈટ હોવા છતા પણ પરફોર્મન્સને વધુ સારું બનાવે છે. નાઈટસ્કેપનો ઉપયોગ કરતી વખતે યુઝરને લો-લાઇટ ફોટો ખેંચવામાં માત્ર 2 સેકંડનો સમય લાગે છે, જ્યારે બીજા કૅમેરામાં ઓછામાં ઓછો 5 સેકંડનો સમય લાગે છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Oneplus 6t, ટેક ન્યૂઝ

    આગામી સમાચાર