17 મેના દિવસે લોન્ચ થશે OnePlus 6 એવેન્જર્સ લિમિટેડ એડિશન

17 મેના દિવસે લોન્ચ થશે OnePlus 6 એવેન્જર્સ લિમિટેડ એડિશન

 • Share this:
  ચીની સ્માર્ટફોન મેકર OnePlus પોતાના ફ્લેગશિપ સાથે તૈયાર છે. ભારતમાં OnePlus 6 17 મેના દિવસે લોન્ચ થઈ રહ્યો છે. તે ઉપરાંત તેની સાથે જ એક લિમિટેડ એડિશન સ્માર્ટફોન પણ લોન્ચ થશે. OnePlusએ હાલમાં જ માર્વેલ એવેન્જર્સ ઈનફિનિટી વોર (ફિલ્મ) સાથે પ્રોડક્ટને લઈને પાર્ટનરશીપની જાહેરાત કરી છે.

  આ પાર્ટનરશીપ હેઠળ 17 મેના દિવસે OnePlus 6 x Marvel Avengers Limited Edition લોન્ચ થશે. રિપોર્ટ અનુસાર સ્ટેન્ડર્ડ OnePlus 6 વેરિએન્ટની જેમ આ પણ એમેજોન પર જ મળશે. કંપનીના એક ટીઝર રજૂ કરવામાં આવ્યો છે જેનાથી આ સ્પેશ્યલ વેરિએન્ટનો અંદાજો લગાવી શકાય છે.  ઉલ્લેખનિય છે કે, OnePlusએ પાછલી વખતે OnePlus 5Tનું સ્ટાર વોર એડિશન પણ લોન્ચ કર્યો હતો. વન પ્લસના સીઈઓ કાર્લે ફેસબુકથી એક ટીઝર પોસ્ટ કર્યું છે.

  OnePlus 6ના આ લિમિટેડ એડિશનની વાત કરીએ તો આમાં 8GB રેમ સાથે 256GBની ઈન્ટરનલ મેમોરી આપવામાં આવશે. આમાં પણ Qualcomm Snapdragone 845 પ્રોસેસર આપવામાં આવશે. એવેન્જર્સ સિરીઝના ફેન્સ માટે તે સારા સમાચાર છે કેમ કે આ સ્માર્ટફોનને એવેન્જર્સ ફિલ્મના રીતે કસ્ટમાઈજ કરવામાં આવ્યો છે.

  આ સ્માર્ટફોન ભારતીય બજાર માટે પણ લોન્ચ કરવામાં આવશે અને પાછલી વખતની જેમ આને પણ એવેન્જર્સ સાથે જોડાયેલ થીમ્સ આપવામાં આવશે. હવે તેવું રસપ્રદ રહેશે કે સ્ટેન્ડર્ડ વનપલ્સ 6ની બરાબરીમાં આની કિંમતમાં કેટલો ફરક છે.
  Published by:News18 Gujarati
  First published:April 26, 2018, 16:02 IST

  ટૉપ ન્યૂઝ