OnePlus 6 લોન્ચ થયો, જાણો ફીચર્સ, સ્પેસિફિકેશન અને કિંમત

News18 Gujarati
Updated: May 17, 2018, 9:59 AM IST
OnePlus 6 લોન્ચ થયો, જાણો ફીચર્સ, સ્પેસિફિકેશન અને કિંમત
OnePlus ના નવા સ્માર્ટ ફોનની આતુરતાનો અંત આવ્યો છે. ચીનની કંપની OnePlus દ્વારા લંડનમાં એક ખાસ કાર્યક્રમમાં લેટેસ્ટ સ્માર્ટફોન OnePlus 6 લોન્ચ કરવામાં આવ્યો છે

OnePlus ના નવા સ્માર્ટ ફોનની આતુરતાનો અંત આવ્યો છે. ચીનની કંપની OnePlus દ્વારા લંડનમાં એક ખાસ કાર્યક્રમમાં લેટેસ્ટ સ્માર્ટફોન OnePlus 6 લોન્ચ કરવામાં આવ્યો છે

  • Share this:
ચીનની કંપની One Plusએ બુધવારના રોજ લંડનમાં આયોજિત એક ઇવેન્ટમાં તેનો નવો સ્માર્ટ ફોન   લોન્ચ કર્યો છે. ઘણા લાંબા સમયથી આ સ્માર્ટ ફોનની રાહ જોવાઈ રહી હતી. OnePlus 6 માં iphone X ની માફક નોચ આપવામાં આવ્યું છે. OnePlus ના જણાવ્યા અનુસાર OnePlus 6 સૌથી તેજ સ્માર્ટ ફોન છે.  OnePlus મુજબ તેના ફોન્સ કેટલાક મહિનાના ઉપયોગ બાદ પણ સ્લો થતા નથી. ફોનની ગતિ જાળવી રાખવા માટે કંપની દ્વારા સોફ્ટવેર અને હાર્ડ વેર ઓપ્ટિમાઇઝ કરવામાં આવ્યા છે.      માં 19:9 નો એક્સપેક્ટ રેશિયોની સાથે 6.28 ઇંચ ફુલ ઓપ્ટિક ડિસ્પ્લે છે. આ ફોનમાં કોનિન્ગ ગોરિલ્લા ગ્લાસ-5નું પ્રોટેકશન પણ છે.

ફીચર્સ અને સ્પેફિસિકશન :

OnePlus 6 માં 6 જીબી રેમની સાથે 64જીબી, 128જીબી અને 256જીબી સ્ટોરેજ ઓપ્શન છે. આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. ડ્યુઅલ કેમેરા સેટઅપ માં 20 મેગા પિક્સેલ્સ અને 16મેગા પિક્સલ્સના કેમેરા છે. જેમાં Sony IMX519ના સેન્સર્સ છે. સાથે-સાથે તેમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબીલાઈઝાશન અને ઇલેકટ્રોનિક  ઇમેજ સ્ટેબીલાઈઝાશન જેવા ફીચર્સ છે

OnePlus 6 ના કેમેરા અલ્ટ્રા સ્લો-મોશન ફીચર્સ સાથે આવે છે. 480 ફ્રેમ્સ/સેકન્ડ ઉપર આ એકમાત્ર એવો ફોન છે જે 1 મિનિટ સુધી અલ્ટ્રા સ્લો મોશન વિડિઓ શૂટ કરવામાં સક્ષમ છે.  One Plusએ       One Plus 6 દ્વારા ગેમિંગ એક્સપીરિએન્સમાં પણ સુધારો કર્યો છે. સ્માર્ટ ફોનમાં વધુ સારું નોટિફિકેશન મેનેજમેન્ટ રજુ કર્યું છે, જે એન્ડ્રોઇડ-પી ના નવા ફીચર્સ જેવું છે. OnePlus 6 માં ફાસ્ટ ચાર્જ સપોર્ટ સાથેની 3,300   બેટરી છે.

કલર વેરિઅંટ :

One Plus ના નવા સ્માર્ટ ફોન   OnePlus 6 ત્રણ કલર ઓપ્શન્સમાં પ્રાપ્ત થશે. મિરર બ્લેક, મિડનાઇટ બ્લેક અને સિલ્વર વાઈટ.  કેટલીક પસંદગીયુક્ત માર્કેટમાં 22 મે થી મિરર બ્લેક, મિડનાઇટ બ્લેક ઉપલબ્ધ કરાવશે। જયારે સિલ્ક વાઈટ માર્યાદિત સંખ્યામાં 5 જૂનથી મળશે. One Plus ના જણાવ્યા મુજબ મિડનાઇટ બ્લેક વેરિઅંટમાં મેટ ફિનિશ સાથે હશે. આ વખતે કોઈ સિરામિક વેરિઅંટ રજુ કરવામાં આવ્યો નથી.સિલ્વર વાઈટ પણ મેટ ફિનિશમાં જ હશે.OnePlus 6 ની કિંમત

OnePlus 6 ની કિંમતની વાત કરીયે તો One Plus6 ના બેસ વેરિઅંટ (6જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ) ની કિંમત 529 ડોલર્સ એટલે લગભગ 35,000 રૂપિયા હશે. જયારે 8જીબી રેમ અને 128જીબી વેરિઅંટ વાળા One Plus6 ની કિંમત 579 ડોલર્સ એટલેકે લગભગ રૂ.38300ની હશે. વળી, 8જીબી રેમ અને 256જીબી સ્ટોરેજ વાળા વેરિઅંટની કિંમત 629 ડોલર્સ એટલેકે રૂ. 41,500 ની હશે.

 
First published: May 17, 2018, 9:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading