OnePlus 6 ખરીદવા પર આવી રીતે મળશે રૂ.2000નું ડિસ્કાઉન્ટ

News18 Gujarati
Updated: May 16, 2018, 4:05 PM IST
OnePlus 6 ખરીદવા પર આવી રીતે મળશે રૂ.2000નું ડિસ્કાઉન્ટ
News18 Gujarati
Updated: May 16, 2018, 4:05 PM IST
વનપ્લસ પોતાના ફ્લેગશિપ ફોન OnePlus 6 ને લોન્ચ કરવા માટે તૈયાર છે. આ ફોન ભારતમાં 17 મેના દિવસે લોન્ચ થશે. આ ફોન એક્સક્લૂસિવ રીતે અમેઝોન ઉપર ઉપલબ્ધ હશે. જોકે, લોન્ચ પહેલા જ આ ફોન ઉપર મળનારા ડિસ્કાઉન્ટની વિગતો મળી રહી છે. આ ફોન પર રૂ.2000નું ડિસ્કાઉન્ટ અને 12 મહિના માટે એક્સીડેન્ટલ ડેમેઝ ઇશ્યોરેન્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સ્માર્ટફોન 21 મેથી 22 મે સુધી ઓનલાઇન સ્ટોર ઉપર ઉપલબ્ધ રહેશે. વનપ્લન પોતાના યુઝર્સને FastAF (ફાસ્ટ એન્ડ ફસ્ટ) સેલ અંતર્ગત વનપ્લસ 6 માટે પ્રી ઓર્ડરનો વિકલ્પ પણ આપી રહી છે. જ્યાં એડિશનલ ઓફર્સ આપવામાં આવી રહી છે.

SBI ક્રેડિટ કે ડેબિટ કાર્ડ થકી પેમેન્ટ કરે છે તો તેમને રૂ.2000નું ડિસ્કાઉન્ટ મળશે

OnePlus 6 ખરીદવા માટે જો યુઝર્સ SBI ક્રેડિટ કે ડેબિટ કાર્ડ થકી પેમેન્ટ કરે છે તો તેમને રૂ.2000નું ડિસ્કાઉન્ટ મળશે. આ પ્લાન શરૂઆતના એક સપ્તાહ સુધી લાગુ રહેશે. આ ઉપરાંત ફોનને ત્રણ મહિના સુધી નો સ્કોટ EMI ઉપર પણ ખરીદી શકાશે.

12 મહિનાના એક્સિડેન્ટલ ડેમેઝ ઇશ્યોરેન્સ ઓફર

વનપ્લસમ 12 મહિનાના એક્સિડેન્ટલ ડેમેઝ ઇશ્યોરેન્સ ઓફરની સાથે બીજી અનેક ઓફર્સ પણ આપી રહી છે. જેમાં રૂ.250ના વીડિયો ગિફ્ટકાર્ડ અને અમેઝોન પર ઇબુક્સ પર રૂ.500 સુધીનું ડિસ્કાઉન્ટ પણ સામેલ છે. વનપ્લસ 6 માટે લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફોનના લીક થયેલા ફિચર્સ અને અફવાઓએ આ ફોનનો ક્રેઝ વધારી દીધો છે.

આવનારા વનપ્લસ 6માં હાર્ટ રેટ સેંસર આપવામાં આવ્યું છે

ચીનની સોશિયલ મીડિયા સાઇટ Weibo પર રજૂ થયેલા નવા ફોટોમાં નંબર 6 બનેલો છે. જેના નીચે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ગ્રાફિક નજર આવે છે. આ ફોટોથી આપવામાં આવેલી હિંટથી અંદાજો લગાવી શકાય કે, આવનારા વનપ્લસ 6માં હાર્ટ રેટ સેંસર આપવામાં આવ્યું છે.

વનપ્લસ 6માં 6.28 ઇંચ ફૂલ HD+ ડિસ્પ્લે છે

આ ઉપરાંત પહેલા ડિવાઇસમાં મોડલ નંબરA6000, 6GB રેમ/64GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ સાથે 6/8 GBરેમ અને 64/128/256GB ઇન્ટરનલ સ્ટોરેઝ ઓપ્શન આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ફિચર્સની વાત કરીએ તો લિસ્ટિંગથી આવનારા વનપ્લસ 6માં ડુએલ રિયર કેમેરા સેટઅપ હોવાની પુષ્ટી કરવામાં આવી છે. ફોનમાં ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 845 મોબાઇલ પ્લેટફોર્મ અને એડ્રેનો 630 જીપીયુ આપવામાં આવ્યા છે. વનપ્લસ 6માં 6.28 ઇંચ ફૂલ HD+ (2280 x 1080 ફિક્સલ) AMOLED ડિસ્પ્લે છે જેનો એસ્પેક્ટ રેશિયો 19:9 હોઇ શકે છે.

કેમેરાની વાત કરીએ તો ફોનમાં અપર્ચર f/1.7ની સાથે 16 મેગાપિક્સલ અને અપર્ચરf/1.7ની સાથે 20 મેગાપિક્સલ સેકંડરી સેંસરવાળો ડુઅલ રિયર કેમેરા સેટઅપ પણ હશે. ફોનમાં 16 મેગાફિક્સલનો ફ્રન્ટ શૂટર કેમેરા આપવામાં આવ્યો છે. વનપ્લન હંમેશા પોતાના પાવરફૂલ બેટરી માટે જાણીતો છે. આવનારા ફોનમાં પાવર માટે 3300mAhની બેટરી હશે.
First published: May 16, 2018
વધુ વાંચો
अगली ख़बर