Home /News /tech /OnePlus 5G Ready Sale: 9 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે લઇ આવો ધાંસુ સ્માર્ટફોન, વાંચો સ્પેસિફિકેશન

OnePlus 5G Ready Sale: 9 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે લઇ આવો ધાંસુ સ્માર્ટફોન, વાંચો સ્પેસિફિકેશન

OnePlus 5G ફોન પર મોટું ડિસ્કાઉન્ટ

OnePlus Sale: OnePlus 5G રેડી સેલ શરૂ થઈ ગયો છે. આ સેલમાં વનપ્લસ 10R 5G 9 હજાર રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. આ સેલ 10 ઓક્ટોબર સુધી ચાલશે. કંપની ફોનમાં 5000mAhની મજબૂત બેટરી આપી રહી છે. આ સાથે ફોનમાં 50MP પ્રાઇમરી કેમેરા પણ ઉપલબ્ધ છે.

વધુ જુઓ ...
    વનપ્લસે પોતાની અધિકારીક વેબસાઈટ પર 5G Ready Saleનું એલાન કરી દીધું છે. આ સેલ 4 ઓક્ટોબરથી શરુ થઇ ગયો છે. આ સેલ 11 ઓક્ટોબર સુધી ચાલશે. આ સેલમાં તમને OnePlusના 5G સ્માર્ટફોન પર મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 5G Ready Saleમાં કંપની પોતાના ઘણા સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સેલમાં તમે OnePlus 10R 5Gને શાનદાર ઓફર અને ડિસ્કાઉન્ટમાં ખરીદી શકો છો.

    કંપનીની વેબસાઈટ પર લાઈવ આ સેલમાં OnePlus 10R 5G ફોનને 12GB રેમ+ 256જીબી ઈન્ટરનલ સ્ટોરેજ વાળો વેરિએન્ટ 36,999 રૂપિયામાં ખરીદી શકાય છે, જયારે એની મૂળ કિંમત 42,999 રૂપિયા છે. એ ઉપરાંત ICICI અથવા એક્સિસ બેન્કના કાર્ડથી પેમેન્ટ કરવા પર તમને 3 હજાર રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. એ ઉપરાંત કંપની ફોન પર 3 હજાર રૂપિયાનું એક્સચેંગ બોનસ આપી રહી છે. બધી ઓફર સાથે તમે 9 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

    આ પણ વાંચો: 4 હજારથી પણ સસ્તી કિંમતમાં ઘરે લાવી શકાય છે આ શાનદાર સ્માર્ટવોચ, એમેઝોન સેલમાં ઓફર

    OnePlus 10R 5G સ્પેસિફિકેશન


    OnePlus 10R સ્માર્ટફોનમાં તમને 120Hz રિઝોલ્યુશન સાથે 6.7inc HD + AMOLED ડિસ્પ્લે મળી રહી છે. આ ફોનની ડિસ્પ્લે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5ના પ્રોટેક્શન સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં MediaTek Dimensity 8100-Max ચિપસેટ ઉપલબ્ધ છે.

    50MP પ્રાઈમરી કેમેરા


    ફોટોગ્રાફી માટે ફોનમાં LED ફ્લેશ સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આમાં 8MP અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ અને 2MP મેક્રો લેન્સ સાથેનો 50MP પ્રાથમિક કેમેરાનો સમાવેશ થાય છે.

    આ પણ વાંચો: Xiaomi Smart Band 7 Pro ઇન-બિલ્ટ GPS અને Alexa સાથે લોન્ચ, જાણો શું છે ખાસ


    5000mAh બેટરી


    ફોનને પાવર આપવા માટે કંપની તેમાં 5000mAh બેટરી આપી રહી છે, જે 80W Vooc ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. આ OnePlus ફોન 12 GB સુધીની રેમ અને 256 GB સુધીના ઇન્ટરનલ સ્ટોરેજ વિકલ્પમાં ઉપલબ્ધ છે.
    Published by:Damini Damini
    First published:

    Tags: Mobile sale, Oneplus

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन