Home /News /tech /Good News! બદલી ગયા છે આ પોપ્યુલર OnePlus સ્માર્ટફોનના ફીચર્સ, મળી લેટેસ્ટ OS અપડેટ

Good News! બદલી ગયા છે આ પોપ્યુલર OnePlus સ્માર્ટફોનના ફીચર્સ, મળી લેટેસ્ટ OS અપડેટ

OnePlus 10R ને નવી OS અપડેટ મળી છે.

OnePlus 10R OS Update: વનપ્લસ 10R લેટેસ્ટ Oxygen OS 12 A.03 પાવર કન્ઝમ્પશન અને OTG કનેક્ટિવિટી કંપેટિબિલિટી પ્રદાન કરશે. આ ઉપરાંત લેટેસ્ટ ઓક્સિજન OS 12 અપડેટથી ઘણાં બગ્સ પણ ફિક્સ થઈ ગયા છે, જેની જાણકારી ખુદ યુઝર્સે આપી હતી.

    OnePlus 10R OS Update: વનપ્લસ (OnePlus)એ તેના લેટેસ્ટ સ્માર્ટફોન વનપ્લસ 10R (OnePlus 10R) માટે એક નવી અપડેટ રજૂ કરી છે. અપડેટ બાદ નવો ફોન, લેટેસ્ટ Oxygen OS 12 A.03 પર કામ કરશે. આ અપડેટ બાદ યુઝર્સને તેમાં બહેતર પર્ફોર્મન્સ સાથે ડિવાઇસના કેટલાક બગ પણ ફિક્સ કરેલા મળશે. સોર્સ મુજબ નવો વનપ્લસ 10R લેટેસ્ટ Oxygen OS 12 A.03 પાવર કન્ઝમ્પશન અને OTG કનેક્ટિવિટી કંપેટિબિલિટી પ્રદાન કરશે. આ ઉપરાંત લેટેસ્ટ ઓક્સિજન OS 12 અપડેટથી ઘણાં બગ્સ પણ ફિક્સ થઈ ગયા છે, જેની જાણકારી ખુદ યુઝર્સે આપી હતી.

    વનપ્લસનો દાવો છે કે નવી OS અપડેટે ડિવાઇસના એ બગને સોલ્વ કરી નાખી છે, જેનાથી યુઝરને મોટી ફાઇલ ટ્રાન્સફર કરવા માટે ડિવાઇસને કમ્પ્યુટર કે લેપટોપથી કનેક્ટ કરવામાં મુશ્કેલી આવી રહી હતી.

    આ પણ વાંચો: શાનદાર તક! ફ્રીમાં Netflix નો ઉપયોગ કરવા માગતા હો તો ખૂબ કામ આવશે Airtel ના આ ખાસ પ્લાન

    આ ઉપરાંત, કંપનીએ દાવો કર્યો છે કે નવા અપડેટથી કેટલાક નાના પ્રશ્નો પણ સોલ્વ કરવામાં આવ્યા છે, જે ‘Always on display’ મોડમાં જોવા મળ્યા હતા. સાથે જ સ્ક્રીન બ્રાઇટનેસમાં આવનારી મુશ્કેલીને પણ ઉકેલવામાં આવી છે.

    ફોનના કેમેરા ફ્રન્ટમાં નવા અપડેટથી ડિવાઇસમાં ઘણાં ઇમ્પ્રૂવમેન્ટ થયા છે. રિપોર્ટ મુજબ વનપ્લસ 10R થી લીધેલા ફોટોને બહેતર કરવામાં આવ્યા છે.

    OnePlus 10R ના સ્પેસિફિકેશન્સ

    આ ફોનમાં 6.7-ઇંચની ફુલ એચડી+ રેઝોલ્યુશન વાળી AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લેની પ્રોટેક્શન માટે તેમાં ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન મળે છે.

    આ પણ વાંચો: iQoo Neo 6 SE એ લોન્ચ થતાં જ મચાવી ધમાલ! જાણો કિંમત અને ફીચર્સ

    આ ફોન MediaTek Dimensity 8100 MAX પ્રોસેસર સાથે આવે છે. વનપ્લસના આ લેટેસ્ટ ફોનમાં 12GB સુધીની RAM અને 256GB સુધી સ્ટોરેજ ઓપ્શન મળે છે. ડિવાઇસમાં ટ્રીપલ રીયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનના ફ્રન્ટમાં વનપ્લસે 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપ્યો છે.

    OnePlus 10R ની કિંમત

    OnePlus 10R ના 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 38,999 રૂપિયા છે. તો, આ ફોનના 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 42,999 રૂપિયા છે જ્યારે 12GB RAM + 256GB સ્ટોરેજવાળા Sierra Black કલર વેરિયન્ટની કિંમત 43,999 રૂપિયા છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Mobile and Technology, Oneplus

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन