Home /News /tech /

OnePlus 10 Pro: લૉંચ પહેલાં જ લીક થયા વનપ્લસ 10 પ્રોના ફીચર્સ, અહીં જાણો વિગત

OnePlus 10 Pro: લૉંચ પહેલાં જ લીક થયા વનપ્લસ 10 પ્રોના ફીચર્સ, અહીં જાણો વિગત

વનપ્લસ 10 પ્રો (તસવીર સૌજન્ય: Twitter - OnLeaks)

OnePlus 10 Pro Specification: ટિપસ્ટર ઈશાન અગ્રવાલે ટ્વિટર પર પોતાની પોસ્ટમાં સ્માર્ટફોનના મુખ્ય સ્પેસિફિકેશન જાહેર કરી છે. એટલું જ નહીં OnePlusએ પણ સ્માર્ટફોનની LTPO 2.0 ડિસ્પ્લે અને Snapdragon 8 Gen 1 ચિપસેટ જેવી સ્પેસિફિકેશન અંગે જાણકારી આપી છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: 4 જાન્યુઆરીના રોજ સ્માર્ટફોન કંપની OnePlus તેના નવા સ્માર્ટફોન OnePlus 10 Proના લૉન્ચની તારીખ જાહેર કરશે. જોકે, આ સ્માર્ટફોનની પ્રાથમિક ડિટેલ્સ ચીનના માર્કેટ સાથે સંબંધિત હશે અને સ્માર્ટફોન ક્યારે બજારમાં ઉપલબ્ધ થશે તે અંગે સ્માર્ટફોન લૉન્ચ થયા પછી જાણકારી સામે આવશે. આ પહેલાં જ ટિપસ્ટર ઈશાન અગ્રવાલે ટ્વિટર પર પોતાની પોસ્ટમાં સ્માર્ટફોનના મુખ્ય સ્પેસિફિકેશન જાહેર કરી છે. એટલું જ નહીં OnePlusએ પણ સ્માર્ટફોનની LTPO 2.0 ડિસ્પ્લે અને Snapdragon 8 Gen 1 ચિપસેટ જેવી સ્પેસિફિકેશન અંગે જાણકારી આપી છે. જોકે, તે અંગે કોઈ પુષ્ટિ નથી થઇ કે શું OnePlus પોતાના રેગ્યુલર OnePlus 10 પણ તેની સાથે જ લોન્ચ કરશે કે કેમ?

ફોનની ફીચર્સ

ઈશાન અગ્રવાલની પોસ્ટ અનુસાર, વનપ્લસનું આ પ્રો મોડલ 6.7 ઇંચની સ્ક્રીન પર 120Hz રિફ્રેશ રેટ અને ક્વાડ-HD+ રિઝોલ્યુશન (2560 × 1440 પિક્સેલ્સ) સાથે આવશે. તેમજ ફોન 5,000mAh બેટરી અને 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સાથે આવશે, જે OnePlus ફોન જોવા મળશે. OnePlusએ પુષ્ટિ કાર્ય અનુસાર, OnePlus 10 Pro Qualcommના Snapdragon 8 Gen 1 ચિપસેટ સાથે આવશે, જે LPDDR5 RAM ટેક્નોલોજી + UFS 3.1 સ્ટોરેજ સાથે જોડાયેલું છે, જે યુઝર્સને શાનદાર અનુભવ પૂરો પાડશે.

કેમેરો

સાથે જ રીઅરમાં સેકન્ડ જનરેશનના 48-મેગાપિક્સલનો કૅમેરો, 50-મેગાપિક્સલનો સેકન્ડરી કૅમેરો અને 8-મેગાપિક્સલનો સ્નેપર હોઈ શકે છે. પરંતુ દરેક કેમેરાની કાર્યક્ષમતા હજી અસ્પષ્ટ છે. તો બીજી તરફ આગળના ભાગમાં 32-મેગાપિક્સલનો સેલ્ફી સ્નેપર મળી શકે છે.

કિંમત અંગે કોઈ ખુલાસો નહીં

ઈશાન અગ્રવાલે વધુમાં ઉમેર્યું કે OnePlus 10 Pro એ 8.5mm જાડાઈનો હશે, જે OnePlus 9 Pro ની જાડાઈ (8.7mm) કરતાં વધુ સ્લીમ હશે. જો આ સાચું હોય, તો આ સ્માર્ટફોન ગેલેક્સી S21 અલ્ટ્રા (8.9mm) જેવા કેટલાક ફ્લેગશિપ એન્ડ્રોઇડ સ્માર્ટફોન કરતાં પાતળો હશે, પરંતુ iPhone 13 Pro Max (7.65mm) સૌથી વધુ સ્લિમ સ્માર્ટફોન રહેશે. પરંતુ હજી સુધી ટીપસ્ટરે આ સ્માર્ટફોનની કિંમત અંગે કોઈ ઉલ્લેખ કર્યો નથી.

આ પણ વાંચો: Realme 5G smartphones: 5G માર્કેટમાં Realmeએ મચાવી ધૂમ, ભારતમાં 2021માં નોંધાવ્યો 9,500%નો ગ્રોથ

તમને જણાવી દઈએ કે, સ્માર્ટફોન કંપની Realme પણ એ જ દિવસે એટલે કે 4 જાન્યુઆરીએ ચીનમાં તેના સૌથી પ્રીમિયમ Realme GT 2 Proનું લોન્ચિંગ કરશે. આ સ્માર્ટફોન પણ Qualcomm Snapdragon 8 Gen 1 ચિપસેટ અને ટ્રિપલ રીઅર કેમેરા સાથે આવશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ટેકનોલોજી, મોબાઇલ, સ્માર્ટફોન

આગામી સમાચાર