Home /News /tech /OnePlus 10 સીરીઝ આજે થશે લોન્ચ, પહેલાં જ જાણો શું છે ફોનમાં ખાસ

OnePlus 10 સીરીઝ આજે થશે લોન્ચ, પહેલાં જ જાણો શું છે ફોનમાં ખાસ

આજે લોન્ચ થશે OnePlus 10 સીરીઝ

OnePlus 10 Pro એ પહેલો સ્માર્ટફોન હશે, જે ચીનમાં લેટેસ્ટ વર્ઝન ColorOS 12.1 સાથે રજૂ કરવામાં આવશે. આ સિવાય ફોનમાં લેટેસ્ટ સ્નેપડ્રેગન 8 Gen 1 ચિપસેટ મળશે. ફોનના આગળના ભાગમાં 120Hz LTPO 2.0 AMOLED ડિસ્પ્લે હશે.

OnePlus 10 સિરીઝ (OnePlus 10 Series)ની લૉન્ચિંગ ઇવેન્ટ આજે 11 જાન્યુઆરી, મંગળવારના રોજ યોજાવાની છે. OnePlus આ ફોનની કેટલીક વિગતો તેના લોન્ચ પહેલા જ લીક (Leak Specification) થઇ ચૂકી છે. હવે ફોન વિશે વધુ એક ખાસ માહિતી સામે આવી છે, જેણે ઇન્ટરનેટ પર હલચલ મચાવી દીધી છે. Weibo પર એક નવી પોસ્ટમાં TUV ફ્લુઅન્સી સર્ટિફિકેશન(TUV Fluency Certification) જોવા મળ્યું છે, જેના પરથી સાબિત થાય છે કે OnePlus 10 Pro આ ટેસ્ટ પાસ કરનારો પહેલો ફોન છે. પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે OnePlus 10 Pro એ પહેલો સ્માર્ટફોન હશે, જે ચીનમાં લેટેસ્ટ વર્ઝન ColorOS 12.1 સાથે રજૂ કરવામાં આવશે. આ સિવાય ફોનમાં લેટેસ્ટ સ્નેપડ્રેગન 8 Gen 1 ચિપસેટ મળશે. ફોનના આગળના ભાગમાં 120Hz LTPO 2.0 AMOLED ડિસ્પ્લે હશે.

પાવર માટે આ ફોનમાં 5000mAh બેટરી આપવામાં આવશે. જેમાં 80W સુપર VOOC વાયર્ડ ચાર્જિંગ અને 50W AirVOOC વાયરલેસ ચાર્જિંગ મળી શકે છે. આ સિવાય તેમાં રિવર્સ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવશે.

ટ્રિપલ કેમેરા સેટઅપ

લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, OnePlus 10 Proમાં નવો ટ્રિપલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે, જે પાછળના ભાગમાં Hasselblad કેમેરા બ્રાન્ડિંગ સાથે આવશે. કંપનીએ કરેલા ખુલાસા અનુસાર, સ્માર્ટફોન બે કલર વિકલ્પો વોલ્કેનિક બ્લેક અને ફોરેસ્ટ એમેરાલ્ડમાં આવી શકે છે.

સ્પેસિફિકેશન થયા લીક

ટિપસ્ટર ઈશાન અગ્રવાલે લોન્ચ પહેલા ટ્વિટર એકાઉન્ટ પર ફોનના કેટલાક ખાસ સ્પેસિફિકેશન વિશે માહિતી પણ આપી છે. ટિપસ્ટરે OnePlus 10 Pro ને 8.55mm જાડો હોવાનું જણાવ્યું છે, જે OnePlus 9 Pro કરતા સહેજ પાતળો હશે.

જો અફવાઓ સાચી પડે છે તો આવનારો નવો ફોન કેટલાક એન્ડ્રોઇડ ફ્લેગશિપ ફોન જેમ કે Galaxy S21 Ultra (8.9mm) કરતા પાતળો હશે. હાલમાં, ટિપસ્ટરે ફોનની કિંમત વિશે કોઈ ખુલાસો કર્યો નથી. ફોન વિશે અગાઉ અહેવાલો પ્રાપ્ત થયા હતા કે તેમાં 5,000mAh બેટરી આપવામાં આવશે. જેમાં 80W સુપરવોક ફાસ્ટ ચાર્જિંગ મળશે. જે OnePlus માટે એક નવી વસ્તુ હશે.
First published:

Tags: One plus 10, Samartphone, ટેકનોલોજી