OnePlus 10 Pro: OnePlus 10 Proના ફીચર્સની વાત કરીએ તો તેમાં 6.7-ઇંચની LTPO 2.0 AMOLED ડિસ્પ્લે છે, જે વેરિયેબલ રિફ્રેશ રેટને સપોર્ટ કરશે અને તે 1Hz થી 120Hz સુધીની હશે. તે ભારતમાં માર્ચમાં લોન્ચ થઈ શકે છે.
OnePlus 10 Pro in India: વનપ્લસ (OnePlus) ભારતમાં પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન લાવવાની તૈયારી કરી રહ્યું છે, જેનું નામ OnePlus 10 Pro છે. કંપની આ ફોનને હોળી 2022 (Holi 2022) આસપાસ લોન્ચ કરી શકે છે. કંપનીએ તેના ઇન્ટરનેશનલ લોન્ચને ટીઝ કર્યું છે, જેથી ભારતમાં તેના લૉન્ચિંગના સંકેત પણ મળે છે. વનપ્લસ 10 પ્રોના મુખ્ય સ્પેસિફિકેશન વિશે વાત કરીએ, તો તેમાં 6.7-ઇંચની LTP 2.0 AMOLED ડિસ્પ્લે છે. બીજી તરફ OnePlus Nord CE 2 ભારતમાં ગુરુવાર, 17 ફેબ્રુઆરીએ લોન્ચ કરવામાં આવશે.
91 મોબાઈલ્સે ખુલાસો કર્યો છે કે વનપ્લસ 10 પ્રો ભારતમાં માર્ચના મધ્યમાં લોન્ચ થઈ શકે છે, જે 15-16 માર્ચની આસપાસ હોઈ શકે છે. વનપ્લસ ટૂંક સમયમાં OnePlus 10 Proની લૉન્ચ ડેટ જાહેર કરવા જઈ રહ્યું છે.
ટિપસ્ટર મુજબ, ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) પર હોળી સેલ દરમિયાન આ સ્માર્ટફોન લિસ્ટેડ થશે. જો કે, તે હજુ સુધી કન્ફર્મ નથી થયું કે તે પ્રી-બુકિંગ માટે લિસ્ટ થશે કે સેલ માટે ઉપલબ્ધ થશે. અહીં જાણો આ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન અને કેમેરા સેટઅપ વિશે, જેણે ચીનમાં દસ્તક આપી દીધી છે.
OnePlus 10 Proના ફીચર્સની વાત કરીએ તો તેમાં 6.7-ઇંચની LTPO 2.0 AMOLED ડિસ્પ્લે છે, જે વેરિયેબલ રિફ્રેશ રેટને સપોર્ટ કરશે અને તે 1Hz થી 120Hz સુધીની હશે. તેની પીક બ્રાઇટનેસ 1300 નિટ્સ સુધીની હશે. સ્ક્રીન પ્રોટેક્શન માટે કંપનીએ કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસનો ઉપયોગ કર્યો છે.
આ મોબાઇલ ફોનમાં અંડર-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર મળશે, જે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે અને કંપની તેને OnePlus 6T પછીથી ઓફર કરી રહી છે. આ ફોનમાં Qualcomm Snapdragon 8 Gen 1 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં LPDDR5 રેમ અને UFS 3.1 ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે.
વનપ્લસ 10 પ્રોની બેટરી
આ સ્માર્ટફોનમાં 5000 mAh બેટરી મળશે અને 80W સુપર વૂક ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યું છે. તેમાં 50W એરવૂક ફાસ્ટ વાયરલેસ ચાર્જર પણ છે. તે એન્ડ્રોઈડ 12 ઓએસ બેસ્ડ કલર ઓએસ 12.1 કસ્ટમ ઈન્ટરફેસ પર કામ કરશે.
OnePlus 10 Pro ના કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો તેમાં બેક પેનલ પર ટ્રિપલ કેમેરા સેટઅપ છે. તેમાં પ્રાઈમરી કેમેરા 48 મેગાપિક્સલનો EMX 789 સેન્સર છે, જે OIS સાથે આવે છે. તેમાં એક 50 મેગાપિક્સલનો સેમસંગ આઈસોસેલ જેન1 સેન્સર છે, જે 150-ડિગ્રી અલ્ટ્રા વાઈડ યુનિટ છે. આમાં ત્રીજો કેમેરા 8 મેગાપિક્સલનો 3.3x ટેલિફોટો શૂટર છે અને તે ઓઆઈએસ સાથે આવે છે.
Oneplus 10 proનો સેલ્ફી કેમેરા
સેલ્ફી પ્રેમીઓ માટે 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે અને તેમાં સોની IMX 615 સેન્સર છે. આ કેમેરા સેટઅપને હેઝેલબ્લાડ સાથે મળીને તૈયાર કરવામાં આવ્યું છે, જે નેચરલ કલર ઓપ્ટિમાઇઝેશન 2.0 સાથે આવે છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર