Home /News /tech /OnePlus 10 Pro: વનપ્લસનો જોરદાર 5G ફોન ભારતમાં થયો લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત

OnePlus 10 Pro: વનપ્લસનો જોરદાર 5G ફોન ભારતમાં થયો લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત

50MP અને 48MP કેમેરા સાથે મળશે દમદાર પ્રોસેસર

OnePlus 10 Pro in India: વનપ્લસ 10 Proમાં Snapdragon 8 Gen 1 SoC પ્રોસેસર છે. કંપનીનો દાવો છે કે તેની પ્રોસેસિંગ પાછલા ફોન કરતાં 4 ગણી ઝડપી છે. આ ઉપરાંત, AMOLED ડિસ્પ્લેમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.

    OnePlus 10 Pro Launched in India: ચીનની દિગ્ગજ સ્માર્ટફોન કંપની વનપ્લસ (OnePlus)એ ભારતમાં ગુરુવારે પોતાનો દમદાર સ્માર્ટફોન OnePlus 10 Pro લોન્ચ કર્યો છે. કંપનીના આ નવા ફ્લેગશિપ ફોનને એક લોન્ચ ઈવેન્ટમાં રજૂ કરવામાં આવ્યો. આ ફોન ચીનમાં જાન્યુઆરીમાં લોન્ચ થઈ ચૂક્યો છે.

    ભારતમાં OnePlus 10 Proના 8GB રેમ અને 128GB સ્ટોરેજ વાળા વેરિઅન્ટની કિંમત 66,999 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોન 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ થશે, જેની કિંમત 71,999 રૂપિયા છે. વનપ્લસ 10 Pro બે કલર એમેરાલ્ડ ફોરેસ્ટ અને વોલ્કેનિક બ્લેકમાં ઉપલબ્ધ થશે.

    આ પણ વાંચો: ફક્ત 8,999 રૂપિયામાં લોન્ચ થયો Realmeનો દમદાર સ્માર્ટફોન! 45 દિવસ ચાલશે બેટરી

    નવા સ્નેપડ્રેગન SoC પ્રોસેસરથી સજ્જ છે ફોન

    આ ફોન Snapdragon 8 Gen 1 SoC પ્રોસેસરથી સજ્જ છે. કંપનીનો દાવો છે કે તેની પ્રોસેસિંગ પાછલા ફોન કરતાં 4 ગણી ઝડપી છે. OnePlus 9 Proની તુલનામાં, આ સ્માર્ટફોનમાં નવું Snapdragon એસઓસી પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, AMOLED ડિસ્પ્લેમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.

    OnePlus 10 Pro વિશે માનવામાં આવે છે કે આ ફોન Samsung Galaxy S22 અને iPhone 13ને ટક્કર આપશે. આ ઉપરાંત કંપનીએ વનપ્લસ બુલેટ વાયરલેસ Z2 નેકબેન્ડ સ્ટાઇલ વાયરલેસ ઇયરબડ્સ પણ ભારતમાં રજૂ કર્યા અને OnePlus બડ્સ પ્રો રેડિયન્ટનો સિલ્વર કલર પણ લૉન્ચ કર્યો.

    આ પણ વાંચો: ખોવાયેલો બેગ મેળવવા વ્યક્તિએ ઇન્ડિગોની વેબસાઇટ કરી હેક! શા માટે તેની જરૂર ન હતી, જાણો

    દમદાર છે કેમેરા

    આ ફોનમાં ત્રણ રિયર કેમેરા છે જેમાં પ્રાઇમરી લેન્સ 48 મેગાપિક્સલનો છે. આ સાથે, ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન એટલે કે ઓઆઈએસ (OIS)નો પણ સપોર્ટ છે. બીજો લેન્સ 50 મેગાપિક્સલનો છે અને ત્રીજો લેન્સ OIS સપોર્ટ સાથે 8 મેગાપિક્સલનો ટેલિફોટો છે.

    OnePlus 10 Proનું કેમેરા સેટઅપ 3.3x ઓપ્ટિકલ ઝૂમ ક્ષમતા સાથે આવે છે. તે 24fps (ફ્રેમ રેટ) પર 8K વિડિયો રેકોર્ડિંગને પણ સપોર્ટ કરે છે.

    સેલ્ફી અને વિડિયો કૉલિંગ માટે OnePlus 10 Proમાં 32 મેગાપિક્સલનો Sony IMX615 સેલ્ફી કેમેરા સેન્સર મળે છે, જેનું અપર્ચર F/2.4 છે.

    કનેક્ટિવિટી વિકલ્પોમાં 5G, 4G LTE, Wi-Fi 6, Bluetooth v5.2, GPS/ A-GPS, NFC અને USB Type-C પોર્ટનો સમાવેશ થાય છે. સેન્સરમાં એક્સેલરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, જાયરોસ્કોપ, મેગ્નેટોમીટર અને પ્રોક્સિમિટી સેન્સરનો સમાવેશ થાય છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે (ઓપ્ટિકલ) ફિંગરપ્રિન્ટ સેન્સર છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: 5G Smartphone, Gujarati tech news, Mobile and Technology, Oneplus

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन