ભારતમાં આજે લૉન્ચ થશે OnePlus 7T સ્માર્ટફોન અને OnePlus TV

News18 Gujarati
Updated: September 26, 2019, 8:52 AM IST
ભારતમાં આજે લૉન્ચ થશે OnePlus 7T સ્માર્ટફોન અને OnePlus TV
લૉન્ચિંગ ઇવેન્ટની શરૂઆત ભારતમાં સાંજે સાડા સાત વાગ્યે શરુ થશે.

(OnePlus 7T ) વનપ્લસ 7 ટી સ્માર્ટફોન અને વનપ્લસ ટીવી આજે ભારતમાં લૉન્ચ થશે. વનપ્લસ ટીવીની ટક્કર મોટોરોલા અને શિયોમી સાથે થશે. તેમાં 55 ઇંચની ક્યૂએલઇડી ડિસ્પ્લે અને 4K રિઝોલ્યુશન હશે.

  • Share this:
ભારતમાં આજે એટલે કે 26 સપ્ટેમ્બરે વન પ્લસ પોતાનો શ્રેષ્ઠ સ્માર્ટફોન વન પ્લસ 7 ટી અને વન સ્માર્ટ ટીવી રજૂ કરશે. કંપનીએ આ ઉત્પાદનોને અત્યાર સુધી અનેક વખત ટીઝ કર્યા છે. લૉન્ચિંગ ઇવેન્ટની શરૂઆત ભારતમાં સાંજે સાડા સાત વાગ્યે શરુ થશે.

One Plus 7T સ્માર્ટફોનની સુવિધાઓ

માનવામાં આવી રહ્યું છે કે આ વનપ્લસ સ્માર્ટફોનનું અપગ્રેડેડ વર્ઝન હશે. ફોનમાં ત્રણ રિયર સર્ક્યુલર કૅમેરા હશે. તેમાં 90 હર્ટ્ઝ સ્ક્રીન રિફ્રેશ રેટ હશે, જે વનપ્લસ 7 પ્રોમાં પણ હતું. સમાચાર મુજબ, એચડીઆર 10+ વાળા સ્માર્ટફોનમાં 6.55 ઇંચની એમોલેડ સ્ક્રીન અને ઇન-સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સેન્સર હશે.

આ ભારતનો બીજો સ્માર્ટફોન હશે જે ક્વાલકોમ સ્નેપડ્રેગન 855+ પ્રોસેસરથી ચાલશે. આ પહેલા આ પ્રોસેસરનો ઉપયોગ આસુસ આરઓજી ફોન 2 માં થતો હતો. આ ચિપસેટ 855 ની સરખામણીએ 15 ટકા સારું પ્રદર્શન આપે છે. ફોનમાં 3800 એમએએચની બેટરી અને 30 વોટનો રેપ ચાર્જર હશે. તેની કિંમત લૉન્ચ સમયે જાણી શકાશે.

આ પણ વાંચો: આ Smartphonesમાં હવે નહીં ચાલે WhatsApp, યાદીમાં તમારો ફોન તો નથી ને?

Oneplus Smart TVની સુવિધાઓ-

વન પ્લસ ટીવીની ટક્કર મોટોરોલા અને શિયોમી સાથે થશે. તેમાં 55 ઇંચની ક્યૂએલઇડી ડિસ્પ્લે અને 4K રિઝોલ્યુશન હશે. તેમાં 50 ડબલ્યુ સાઉન્ડ આઉટપુટ અને 8 સ્પીકરો સાથે ડૉલ્બી એટમોસ મળશે. આ સાથે, રિમોટ કંટ્રોલ અને ફિઝિકલ બટનો પણ ઉપલબ્ધ થશે. વન પ્લસ ટીવી કસ્ટમ એન્ડ્રૉઇડ ટીવી આધારિત ઑપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.
First published: September 26, 2019, 8:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading