તમે પણ જૂના iphoneનો ઉપયોગ કરો છો જલદી કરો આ કામ

News18 Gujarati
Updated: November 4, 2019, 3:34 PM IST
તમે પણ જૂના iphoneનો ઉપયોગ કરો છો જલદી કરો આ કામ
જો આ કમ નહીં કરો તો યૂઝરને ઍપ સ્ટોર અને આઇક્લાઉડનો સપૉર્ટ મળશે નહીં.

જો આ કમ નહીં કરો તો યૂઝરને ઍપ સ્ટોર અને આઇક્લાઉડનો સપૉર્ટ મળશે નહીં.

  • Share this:
અમેરિકાની  દિગ્ગજ કંપની એપલે જૂના આઇફોન અને આઈપેડ માટે એક અપડેટ બહાર પાડ્યું છે. જો યૂઝર જુના વર્ઝન ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યાં છે, તો તેઓને ઍપ સ્ટોર અને આઇક્લાઉડનો સપૉર્ટ મળશે નહીં. યૂઝરે તેમના ફોન અને ટેબ્લેટ્સ માટે લેટેસ્ટ iOS 10.3.4 વર્ઝન ડાઉનલોડ કરવું પડશે. આ પહેલા કંપનીએ ઑફિશિયલ પેઇઝ પર આઇફોન અપડેટ વિશેની માહિતી શેર કરી હતી.

એપલે સપૉર્ટ પેઇઝ પર કહ્યું છે કે યૂઝર આઇફોન 5 અને તેનાથી વધુ જૂની ડિવાઇસને અપડેટ કરવા જ જોઈએ. આ અપડેટથી યૂઝર્સને જીપીએસ મળશે. આ સાથે કોઈપણ સમસ્યા વગર ઍપ સ્ટોર, ઇ-મેઇલ અને આઇ ક્લાઉડ જેવી સેવાઓનો ઉપયોગ કરી શકશો.

યૂઝર્સને મળશે iOS 10.3.4

આઇફોન 5 અને તેનાથી જુનાં ફોન યૂઝર્સોએ નવું અપડેટઆઇઓએસ 10.3.4 ડાઉનલોડ કરવું પડશે. નહિંતર તેઓ ઍપ સ્ટોર અને આઇ ક્લાઇડ જેવી સેવાઓનો ઉપયોગ કરી શકશે નહીં. કંપનીએ પહેલા જીપીએસ ટાઇમ રોલઓવર રોલ કર્યું હતું. યૂઝર iMac દ્વારા પણ જૂના ફોનને અપડેટ કરી શકે છે.

આ પણ વાંચો:WhatsApp પર આવી રહ્યું છે ખાસ ફીચર, બચશે તમારા ફોનની બેટરી

નવું અપડેટ કેવી રીતે ડાઉનલોડ કરવું

નવા અપડેટ્સ ડાઉનલોડ કરવા માટે યૂઝર્સે પહેલા ફોનના સેટિંગ્સ પર જવું પડશે. ત્યારબાદ સામાન્ય વિકલ્પો પર જાઓ અને તેમા અબાઉટ વિકલ્પ પર ક્લિક કરો. બાદમાં યબઝર્સેને iOS 10.3.4 નું અપડેટ જોવા મળશે. હવે યૂઝર્સ ફોનમાં આ અપડેટ ઇન્સ્ટોલ કરી શકે છે.

આઇફોન 5ની સુવિધા

કંપનીએ આ ફોનને 2012 માં લૉન્ચ કર્યો હતો. આ ફોનમાં યૂઝર્સને 4.0 ઇંચની ડિસ્પ્લે મળે છે, જેની સ્ક્રીનથી બોડી રેશિયો 60 ટકા છે. ઉપરાંત ડ્યુઅલ કોર 1.3 ગીગાહર્ટ્ઝ કોર સ્વિફ્ટ સીપીયુ આપવામાં આવ્યું છે. કૅમેરા વિશે વાત કરવામાં આવે તો આ ફોનમાં યૂઝર્સ 8 મેગાપિક્સલ બેક કૅમેરા અને 1.2 મેગાપિક્સલનો સેલ્ફી કૅમેરાથી તસવીર ક્લિક કરી શકશે.

આઇફોન 5 કનેક્ટિવિટી અને બેટરી

કનેક્ટિવિટીની વાત કરીએ તો કંપનીએ આ ફોનમાં વાઇ-ફાઇ, બ્લૂટૂથ અને જીપીએસ જેવી સુવિધાઓ આપી છે. તેમા1,440 એમએએચની બેટરી આપવામાં આવી છે.
First published: November 4, 2019, 3:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading