ઇલેક્ટ્રિક સ્કૂટર મેન્યુફેક્ચરિંગ કંપની ઓલાનું લાંબા સમયથી ચાલતું બજેટ ઇ-સ્કૂટર આખરે આવતીકાલે લોન્ચ થવા જઈ રહ્યું છે. કંપનીએ પુષ્ટિ કરી છે કે આ સ્કૂટર દિવાળી પહેલા 22 ઓક્ટોબરે લોન્ચ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે સ્કૂટરની કિંમત 80 હજાર રૂપિયાની અંદર હશે. ઓલા ઈલેક્ટ્રીકે જણાવ્યું હતું કે, "આ વર્ષે, 'ફેસ્ટિવલ ઓફ લાઈટ્સ'ના અવસરે, અમે ઓલા ઈલેક્ટ્રીક ખાતે ભારતની EV ક્રાંતિને પ્રકાશિત કરવા અને તેને અનેકગણો વેગ આપવાનું વિચારી રહ્યા છીએ. તે માટે, અમે તમને જોડાવા માટે હાર્દિક આમંત્રણ આપીએ છીએ. અમારી મેગા વર્ચ્યુઅલ ઈવેન્ટ - ઓલા દિવાળી 2022, આકર્ષક નવા લોન્ચના સાક્ષી બનવા માટે, સૌથી મોટા ઘટસ્ફોટનો અનુભવ કરવા અને અમારી તદ્દન નવી પ્રોડક્ટને જોવા માટે."
નોંધનીય છે કે આ સંદર્ભમાં થોડા સમય પહેલા ઓલાના સીઈઓ ભાવિશ અગ્રવાલે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે ઓલાનું સસ્તું ઈ-સ્કૂટર 22 ઓક્ટોબરે ભારતીય બજારમાં લોન્ચ થશે. તેમણે કહ્યું હતું કે આ સ્કૂટરમાં S1 વેરિઅન્ટ જેવા ફીચર્સ સાથે કેટલાક એડ-ઓન્સ હશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં ઓલાના ઈ-સ્કૂટરના માર્કેટમાં બે વેરિઅન્ટ S1 અને S1 Pro ઉપલબ્ધ છે. લોકો પણ આ બંને વેરિઅન્ટને ખૂબ પસંદ કરી રહ્યા છે. દશેરા પર કંપનીએ જણાવ્યું હતું કે સામાન્ય કરતાં 10 ગણું વધુ વેચાણ નોંધાયું છે.
નવા સ્કૂટરમાં શું હશે ખાસ
- તેની કિંમત સૌથી ખાસ હશે, તેને 80 હજાર રૂપિયાની અંદર લોન્ચ કરવામાં આવશે. - તે MoveOS પર આધારિત હશે. - મ્યુઝિક પ્લેબેક નેવિગેશન, કમ્પેનિયન એપ અને રિવર્સ મોડ જેવા ફીચર્સ હશે.
તમને જણાવી દઈએ કે ઓલા ઇલેક્ટ્રિક કાર પર પણ કામ કરી રહી છે. ઓલાના સીઈઓ ભાવિશ અગ્રવાલે આ કારનો ખુલાસો ઓલા ફ્યુચર ફેક્ટરીમાં એક ઈવેન્ટ દરમિયાન કર્યો છે. તેમણે એ પણ જણાવ્યું કે ઓલાની પહેલી ઇલેક્ટ્રિક કાર વર્ષ 2023માં લોન્ચ થશે.
ઓલા હવે આવનારા સમયમાં ઇલેક્ટ્રિક લિથિયમ આયન બેટરીનું પણ ઉત્પાદન શરૂ કરવા જઈ રહી છે. આવનારા સમયમાં કંપની ભારતમાં EV સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપી શકે છે. આમાં બેટરી 100% 'સ્ટેટ ઓફ ધ આર્ટ' ટેક્નોલોજી સાથે બનાવવામાં આવશે. હાલમાં ભારતમાં વેચાતા મોટા ભાગના ઇલેક્ટ્રિક વાહનોની બેટરી બહારથી આયાત કરવામાં આવે છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર