ચીનીની કંપની ન્યુબિયાએ તેના સ્થાનિક બજારમાં વિશ્વની પહેલો ફ્લેક્સિબલ સ્ક્રીન સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જે તમને તમારા કાંડા પર ઘડિયાળની જેમ બાંધી શકો છો. કંપનીએ તેને બ્લેક અને 18 કેરેટ ગોલ્ડ પ્લેટેડ વેરિએન્ટ્સમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન તાજેતરમાં બાર્સેલોના સ્પેનમાં યોજાયેલી વાર્ષિક ટેક શો મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (2019)માં રજૂ થયો હતો. જાણો તેની ખાસિયત અને કિંમત
જો આપણે આ સ્માર્ટફોનની કિંમત વિશે વાત કરીએ તો તેની પ્રારંભિક કિંમત 3,499 યુઆન એટલે કે 36,000 રૂપિયા છે, જ્યારે તેના બ્લેક વેરિઅન્ટ સ્માર્ટફોનની કિંમત 3,499 યુઆન એટલે કે 36,000 રૂપિયા છે. તે જ સમયે, તેની 18-કેરેટ ગોલ્ડ પ્લેટેડ એડિશનની કિંમત 4,499 યુઆન એટલે કે 46,500 રુપિયા છે.
આ ફોનમાં 4-ઇંચની સ્ક્રીન છે. આ સિવાય, તેમાં ક્વાલકોમના સ્નેપડ્રેગન 2100 ચિપસેટ છે. તેમા 1 જીબી રેમ અને 8 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. ફોનને પાવર કરવા માટે 500 એમએએચ બેટરી છે. કંપનીએ લોન્ચ દરમિયાન દાવો કર્યો છે કે જો તમે તેની બેટરી એકવાર ફૂલ ચાર્જ કરશો તે દિવસ સુધી સરળતાથી ઉપયોગ કરી શકો છો.
આ સ્માર્ટફોનમાં બ્લુટુથ, વાઇફાઇ અને 4 જી ઇએસઆઇએમ જેવી સુવિધા સામેલ છે. આ ફોનની મદદથી, તમે કોઈ સ્માર્ટફોનની જેમ ટેક્સ્ટ સંમેસેજ, કૉલ્સ અને ઇન્ટરનેટને બ્રાઉઝ કરી શકો છો. ફોનના કેમેરા વિશે વાત કરીએ તો તેમાં 5 મેગાપિક્સલનો એક જ કેમેરો ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ તમે વીડિયો અને સેલ્ફી ક્લિક કરવા માટે કરી શકો છો.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર