Home /News /tech /

હવે પેટ્રોલ-ડિઝલ વગર પણ દોડશે તમારી ગાડી!

હવે પેટ્રોલ-ડિઝલ વગર પણ દોડશે તમારી ગાડી!

પેટ્રોલ-ડિઝલ વગર આવનારા સમયમાં તમારી ગાડી રોડ પર દોડી શકશે. આ ઈલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન દ્વારા સંભવ થશે. દુનિયાભરના બધા જ દેશો એકદમ ઝડપી રીતે ઈ-ચાર્જિંગ સ્ટેશન ખોલી રહ્યાં છે. અહી સુધી કે, દિલ્હીને પણ પોતાનું પહેલું ઈલેક્ટ્રોનિકલ વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન મળી ગયું છે. આને એનટીસીપીએ બનાવ્યું છે. એનટીપીસી સરકારી વિજળી કંપની છે.

પાછલા મહિને નાગપુરમાં ભારત પ્રથમ ઈ-ચાર્જિંગ સ્ટેશન શરૂ થયું હતું. આને કેબ સેવા આપનાર કંપની ઓલાએ ઈન્ડિયન ઓઈલ સાથે મળીને શરૂ કર્યો હતો. કેટલીબ બીજી કંપનીઓ પણ ભારતમાં ઈ-ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવા જઈ રહી છે. આના માટે ટેન્ડર ભરવામાં આવ્યા છે. જોકે, હાલમાં ઈ-ચાર્જિંગ સ્ટેશનની બાબતમાં ભારત દુનિયાના તમામ દેશોથી ખુબ જ પાછળ છે. ભારતમાં હાલમાં બેટરીથી ચાલનાર ઓછી ક્ષમતાના વાહન છે, જેથી તેઓ ઘર પર જ ચાર્જ થઈ જાય છે. પરંતુ જ્યારે ઈલેક્ટ્રિકલ વ્હિકલની સંખ્યા વધશે તો તમામ કંપનીઓ ઈ-વ્હિકલના ક્ષેત્રમાં ઉતરી જશે તેવામાં ઝડપી રીતે ઈ-ચાર્જિંગ સ્ટેશનની સંખ્યામાં વધારો થશે. સરકારનો ટાર્ગેટ પણ 2030 સુધી બધી જ ગાડીઓને વિજળીથી ચલાવવાનો છે. એવામાં ઈ-ચાર્જિંગ સ્ટેશન જ ભવિષ્યના પેટ્રોલ પંપ બનશે.

જોકે, ઈલેક્ટ્રેકિ ચાર્જિંગ પોઈન્ટની બાબતે ભારત હજુ એશિયા અને યૂરોપિયન દેશોથી ઘણો પાછળ છે. દુનિયાબરમાં સૌથી વધારે ઈ-ચાર્જિંગ સ્ટેશન ચીનમાં છે અને ઘણી ઝડપે તેની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાલમાં ચીનમાં 150,000 પબ્લિક ચાર્જિંગ સ્ટેશન છે. જે અમેરિકા અને જાપાનથી ઘણા વધારે છે. જાપાનમાં માત્ર 9000 પબ્લિક ચાર્જિંગ સ્ટેશન છે. અમેરિકામાં લગભગ 16,541 પબ્લિક ઈ-ચાર્જિંગ સ્ટેશન છે. યૂરોપમાં 3028 ઈ-ચાર્જિંગ સ્ટેશન છે.



કેમ જરૂરી છે ઈ-ચાર્જિંગ સ્ટેશન

આવનાર ભવિષ્ય ઈલેક્ટ્રિક વ્હીકલનું છે. દુનિયાભરની ઓટોમોબાઈલ કંપનીઓ ઈલેક્ટ્રિક એટલે બેટરીથી ચાલનાર ગાડીઓ બનાવી રહી છે. આ ગાડીઓની બેટરીને ચાર્જ કરવા માટે ઈ-ચાર્જિંગ પોઈન્ટ જરૂરી છે. પેટ્રોલ પંપની જેમ કસ્ટમર્સ આ ઈ-ચાર્જિંગ પોઈન્ટથી પોતાની ગાડીઓને ચાર્જિંગ કરી શકશે.

શું છે ઈ-ચાર્જિંગ સ્ટેશન

ઈલેક્ટ્રોનિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશનને EV ચાર્જિંગ સ્ટેશન પણ કહે છે. તમે આને ઈલેક્ટ્રોનિક ચાર્જિંગ પોઈન્ટ પણ કહી શકો છો. આ એક એવો ચાર્જિંગ પોઈન્ટ છે કે, જે ઈલેક્ટ્રોનિક વ્હીકલને ચાર્જ કરે છે. મતલબ કે ટૂંકમાં કહીએ તો ઈલેક્ટ્રિક વ્હીકલ પોઈન્ટ બેટરીથી ચાલનાર ગાડીઓનો જીવ છે. હેવી ક્ષમતાવાળા ચાર્જિંગ પોઈન્ટમાં 30-40 મીનિટમાં ગાડી ફુલ ચાર્જ થઈ જાય છે.

2020 સુધી ભારતની રસ્તાઓ પર હશે ઈલેક્ટ્રિક વ્હીકલ

જાપાનની ઓટોમેકર કંપની ટોયટા ભારતમાં 2020 સુધી ઈલેક્ટ્રિક કાર વેચશે. ટોયટાએ આ વાતની પૃષ્ટી કરી છે. કંપની ઈલેક્ટ્રિક કાર વેચવાની શરૂઆત ચીનથી કરશે. ત્યાર બાદ ટોયટા ભારત સહિતમાં ઈલેક્ટ્રિક કાર વેચશે. કંપનીએ આને લઈને એક પ્લાન પણ તૈયાર કરી લીધો છે. એવામાં ભારત માટે આવનાર સમયમાં ઈ-ચાર્જિંગ સ્ટેશન ખુબ જ મહત્વપૂર્ણ થઈ જશે.
First published:

Tags: Auto news, Electric car, ટેક ન્યૂઝ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन