Home /News /tech /

Car subscription : ક્યારેક Creta તો ક્યારેક Honda Amaze, હવે ખરીદ્યા વગર દર મહિને ચલાવો નવી કાર!

Car subscription : ક્યારેક Creta તો ક્યારેક Honda Amaze, હવે ખરીદ્યા વગર દર મહિને ચલાવો નવી કાર!

હવે તમે નવી કાર ખરીદ્યા વગર પણ તેને ઈચ્છા થાય એટલા દિવસ ચલાવી શકો છો, છે ને મજાની સ્કીમ?

દેશની લગભગ બધી જ ઓટોમોબાઇલ્સ કંપનીઓ કાર સબસ્ક્રીપ્શન પ્લાન (car subscription plan) લાવી રહી છે. આ કંપનીઓ એક મહિનાથી લઈને 48 મહિના સુધીના subscription પર કાર ચલાવવા માટે આપી રહી છે. એક રીતે તમારે કાર ખરીદવાની નથી, પણ કંપની પાસેથી કાર ભાડે લેવાની હોય છે.

વધુ જુઓ ...
તમે ઈચ્છો તો દર મહિને કાર બદલી પણ શકો છો. દર મહિને અલગ અલગ કંપનીની કાર ઘરે લાવી શકો છો. તમે તમારી સુવિધા પ્રમાણે સબસ્ક્રિપ્શન પ્લાન ને પસંદ કરી શકો છો. આ માટે દેશને લગભગ બધી ઓટોમોબાઇલ કંપનીઓ Car subscription plan લઈને આવી રહી છે. જેમાં એક મહિનાથી લઈને 48 મહિના સુધીનો સમયગાળા માટે કાર ભાડે મળશે.

આ સર્વિસનો શું છે ફાયદો?

સબસ્ક્રીપ્શનનો સૌથી મોટો ફાયદો એ છે કે તે માટે તમારે કોઈ ડાઉન પેમેન્ટ ભરવાની જરૂર રહેશે નહીં. તેમજ કોઈ EMI પણ ભરવી પડશે નહીં. માત્ર દર મહિને subscription fee ભરવી પડશે. સ્કીમનો લાભ ઉઠાવીને તમે 6 મહિનામાં 6 અલગ અલગ કારને ભાડા પર લઈને ચલાવી શકો છો. તમારે માત્ર દર મહિને સબસ્ક્રીપશન ફી આપવાની રહેશે

Marutiની વેગનઆર, સ્વિફ્ટ કે બલેનો નહીં પણ આ કાર છે લોકોની પ્રથમ પસંદ, આંખો બંધ કરી ખરીદાય છે ગાડી

તમે ચાર વર્ષ માટે Hyundai Santro ભાડા પર લો તો તમારે દર મહિને માત્ર 15850નું પ્રીમિયમ આપવું પડશે. બીજી તરફ જો તમે આ કાર ખરીદો તો ચાર વર્ષ સુધી તમારે કમસેકમ 14,193 રૂપિયાની EMI ભરવાની હોય છે. તેમજ 27025 રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરવું પડે છે.

સબસ્ક્રીપ્શન પ્લાનની પસંદગી કરવાથી ગ્રાહકને દર મહિને માત્ર ભાડું ભરવાનું હોય છે. તે સિવાય કોઈ ચાર્જ લાગશે નહીં. સબસ્ક્રીપ્શનને તમે આગળ વધારી શકો છો અને સમય પૂર્ણ થતા કંપની પોતે આવીને ગાડી લઈ જશે. તે પછી તમે બીજી કાર સબસ્ક્રીપ્શન પર લઈ શકો છો. આ સ્કીમ વ્યવસાય કે જોબના કારણે એક બે વર્ષ માટે બહાર જતાં લોકો માટે સારી છે.

શું મોબાઇલમાં રહેલી Mosquito Killer Apps થી મચ્છર ભાગે છે? જાણો શું છે હકીકત

શું તમે પણ સબસ્ક્રીપ્શન પર કાર લેવા માગો છો. તો આમાંથી કોઈ વિકલ્પ પસંદ કરી શકો છો.

HYUNDAI SANTRO

એક મહિના માટે ₹27 399

બે મહિના માટે ₹26,799

છ મહિના માટે ₹21,999

એક વર્ષ માટે ₹21,099

બે વર્ષ માટે ₹20,099

ચાર વર્ષ માટે ₹15,850

HYUNDAI CRETA

એક મહિના માટે ₹33,899

બે મહિનામાં ₹33,299

છ મહિના માટે ₹36,599

એક વર્ષ માટે ₹35,999

બે વર્ષ માટે ₹35,099

MARUTI SUZUKI VITARA BREZZA (ડીઝલ કાર)

એક મહિના માટે ₹33,899

બે મહિના માટે ₹33,299

છ મહિના માટે ₹28,099

એક વર્ષ માટે ₹27,499

બે વર્ષ માટે ₹26,699

ચાર વર્ષ માટે ₹17,875

MAHINDRA SCORPIO

એક મહિના માટે ₹41,099

બે મહિના માટે ₹40,699

છ મહિના માટે ₹34,799

એક વર્ષ માટે ₹33,899

બે વર્ષ માટે ₹32,999

HONDA AMAZE

એક મહિના માટે ₹27,599

બે મહિના માટે ₹26,999

છ મહિના માટે ₹22499

એક વર્ષ માટે ₹21,599

બે વર્ષ માટે ₹20,599
Published by:Mitesh Purohit
First published:

Tags: Business, Honda-cars, Hyundai, Maruti Suzuki Cars

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन