હવે હેકર અને સ્કેમરથી આવી રીતે ફોન રાખો સુરક્ષિત: આ છે સરળ રીત

પ્રતીકાત્મક તસવીર

ફોનની સેટિંગમાં જઈને અનનોન સોર્સ અથવા થર્ડ પાર્ટી એપને બંધ કરી દો

  • Share this:
અત્યારે મોટાભાગના સ્માર્ટફોન એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવે છે. જેથી સ્કેમર, હેકર્સ અને વાયરસનો ખતરો સૌથી વધુ એન્ડ્રોઇડ યુઝરને હોય છે. ગૂગલે એન્ડ્રોઇડને વધુ સારી સુરક્ષા આપવા માટે સમયાંતરે પોતાની પ્રાઇવસી એન્ડ પ્રોટેક્શન સેટિંગમાં અપડેટ કર્યું છે. અલબત્ત મોટાભાગના યુઝર્સને તેના અંગે કોઈ જાણકારી હોતી નથી.

તમે ફોનમાં નાના બદલાવ કરીને પર્સનલ અને ફાયનાન્સિયલ ડેટાને સુરક્ષા આપી શકો છો. એન્ડ્રોઇડ ફોનમાં સુરક્ષાને વધુ સારી કરવા માટે કયા ફેરફાર કરવા જોઈએ તે અંગે અહીં માહિતી આપવામાં આવી છે.

ફોનમાં બધી જ એપની તપાસ કરો

સ્માર્ટફોનની એપને સમયાંતરે ચેક કરવી ખૂબ જ જરૂરી છે. ઘણી વખત ઘણી વાર APK (અનનોન સોર્સ) એપ્લિકેશનો તમારા ફોનમાં ડાઉનલોડ થઈ જાય છે, જેની યુઝર્સને ખબર પણ હોતી નથી. ઘણી વખત સ્પાયવેર, માલવેર અને એડવેર તમારા ફોનના બેકગ્રાઉન્ડમાં ચાલુ હોય છે. જે તમારા ફોનનો ડેટા પણ ચોરી શકે છે. તે તમારા ફોનની હોમ સ્ક્રીન પર દેખાતા નથી.

West Bengal Politics: બીજેપીને ઝટકો! TMCમાં પરત ફરી શકે છે મુકુલ રોય, કોલકત્તામાં આજે બેઠક

પરમિશન મેનેજરને ચેક કરો

સેટિંગ્સમાં પરમિશન મેનેજર પર જાઓ અને બધી એપ્લિકેશનો તપાસો. બધી એપ્લિકેશનો ઇન્સ્ટોલેશન સમયે તમારા કેમેરા, કોલ્સ, માઇક્રોફોન, સેન્સર્સ, કોન્ટેકટ, ફોન અને ફાઇલ્સ એડ મીડિયાની પરવાનગી લે છે. અહીં ધ્યાનમાં રાખવાની વાત એ છે કે બધી એપ્લિકેશનોનો ઉપયોગ કરતી વખતે તમારે આ બધી પરમિશનની જરૂર નથી. તમે ફોન સેટિંગમાં જઈ ask every time અથવા deny વિકલ્પ પસંદ કરી શકો છો.

માત્ર ગૂગલની એપ જ ડાઉનલોડ કરો

કોઈ પણ લિંકને ક્લિક કરી ગમે તેવી એપને ડાઉનલોડ કરશો નહિ. એપ ડાઉનલોડ કરવા માટે માત્ર ગૂગલ પ્લે સ્ટોરનો જ ઉપયોગ કરવો જોઈએ. તમારા ફોનની સિક્યોરિટી સેટિંગમાં જઈને ગૂગલ પ્લે પ્રોટેક્ટને ઓન કરો અને સમયાંતરે સ્કેન કરતા રહો.

કોરોનાની રસીનાં બે ડોઝ લીધા બાદ નાસિકનાં વૃદ્ધનું શરીર બની ગયું ચુંબક, માનવામાં ન આવે તો જોઇલો Video

અજાણી એપને ઇન્સ્ટોલ ન કરો

ફોનની સેટિંગમાં જઈને અનનોન સોર્સ અથવા થર્ડ પાર્ટી એપને બંધ કરી દો. તેને બંધ કરવાથી અજાણી એપ તમારી અનુમતિ વગર ડાઉનલોડ થશે નહિ.

તમારો ફોન બીજા કોઈને આપતી વખતે એપ પીનિંગને ઓન કરો. તમારા મિત્રને ગેમ્સ રમવા અથવા અન્ય કોઈ હેતુ માટે ફોન આપતા પહેલા એપ્લિકેશન પિનિંગ ચાલુ કરો. આ ફીચર શરૂ કરવાથી તમારા ફોનમાં કોઈ અન્ય કંઈપણ જોઈ શકશે નહીં.



આ ઉપરાંત તમારા ફોનમાં ટૂ ફેક્ટર ઓથેન્ટીકેશન અને નોટિફિકેશનને સ્ક્રીન પરથી હટાવી દો. તેમજ જ્યારે પણ ફોનની જરૂર ન હોય ત્યારે તમારા બ્લૂટૂથ અને Wi-Fi ને બંધ રાખો. આ તકેદારી રાખી તમે તમારા ફોનને સુરક્ષિત રાખી શકો છો.
First published: