હવે મોબાઇલ નંબરની જેમ કારનો નંબર પણ પોર્ટ કરી શકાશે

એકવાર આ નિયમ સત્તાવાર રીતે લાગુ થઈ જાય, તો કોઈ પણ વ્યક્તિ તેમના નવા વાહનને જૂના નંબર પર નોંધણી કરાવી શકે છે જે પહેલેથી જ તેમના નામ પર હશે.

News18 Gujarati
Updated: June 7, 2019, 11:57 AM IST
હવે મોબાઇલ નંબરની જેમ કારનો નંબર પણ પોર્ટ કરી શકાશે
તમે તમારી નવી કાર માટે તમારા જૂના કાર નંબરનો ઉપયોગ કરી શકશો.
News18 Gujarati
Updated: June 7, 2019, 11:57 AM IST
કાર નંબરની જેમ મોબાઇલ નંબર પણ પોર્ટ કરી શકાય છે. હવે ઉત્તર પ્રદેશના પરિવહન વિભાગે પણ આ માટે પરવાનગી આપી દીધી છે. આ પહેલા દિલ્હી, ચંદીગઢ અને મહારાષ્ટ્ર એ આ દિશામાં પગલાં લીધાં છે. જો આ નિયમ સમગ્ર દેશમાં લાગુ પડે છે તો તમે તમારી નવી કાર માટે તમારા જૂના કાર નંબરનો ઉપયોગ કરી શકશો.

હિન્દુસ્તાન ટાઇમ્સમાં છાપવામાં આવેલા અહેવાલ મુજબ, આ સિસ્ટમ બરાબર એ રીતે કામ કરશે જેમ મોબાઇલ નંબર પોર્ટેબિલિટીમાં કામ કરે છે. તેનો અર્થ એ કે જો તમે તમારી કાર વેચી દીધી છે, તો તમે નવી કાર માટે તમારા જૂના કારના નંબરનો ઉપયોગ કરી શકશો. વિભાગ સંપૂર્ણ પ્રયાસમાં છે કે આ નિયમ વહેલી તકે અમલમાં મૂકવામાં આવે.

એકવાર આ નિયમ સત્તાવાર રીતે લાગુ થઈ જાય, પછી કોઈ પણ વ્યક્તિ તેમના નવા વાહનને જૂના નંબર પર નોંધણી કરાવી શકે છે જે પહેલેથી જ તેમના નામ પર હશે. જો તે વ્યક્તિએ જૂના વાહન કોઈ બીજાને વેચી દીધુ હોય સૌથી અગત્યનું એ છે કે વાહન નોંધણી નંબર પોર્ટેબિલિટી તમામ પ્રકારનાં વાહનો માટે ઉપલબ્ધ રહેશે અને તે એક સીરીઝથી બીજી શ્રીણીમાં સ્થાનાંતરિત કરી શકાય છે.એટલું જ નહીં તમારા સ્કૂટર અથવા મોટરસાયકલના નંબરને પણ તમારા કારના નંબર બનાવી શકો છો. જો કે, આ પોર્ટેબિલિટી પર ખર્ચવામાં આવેલી રકમ વિશે સરકાર દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ નિષ્ણાતો માને છે કે વાહનના રજીસ્ટ્રેશન નંબર પોર્ટ કરવા માટે ટુ વ્હિલર વાહન પર 20,000 રુપિયા અને ફોર-વ્હીલર વાહન પર રૂ. 50,000 નો ખર્ચ થઈ શકે છે. પરંતુ આ વિશે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
First published: June 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...