WhatsAppને ટક્કર આપશે BSNLની આ એપ, સીમ વગર જ થઇ શકશે કોલ
સરકારી કંપની BSNL એક નવી ભેંટ લઇને આવી રહી છે. BSNL હવે વ્હોટ્સ એપને પણ ટક્કર આપશે. BSNLએ દેશની પહેલી ઇન્ટરનેટ ટેલિફોન સર્વિસ શરૂ કરી છે.
News18 Gujarati
Updated: July 12, 2018, 10:37 AM IST
News18 Gujarati
Updated: July 12, 2018, 10:37 AM IST
સરકારી કંપની BSNL એક નવી ભેંટ લઇને આવી રહી છે. BSNL હવે વ્હોટ્સ એપને પણ ટક્કર આપશે. BSNLએ દેશની પહેલી ઇન્ટરનેટ ટેલિફોન સર્વિસ શરૂ કરી છે. હવે ગ્રાહકો BSNLની એપ દ્વારા ભારતમાં કોઇપણ ટેલિફોન નંબર ઉપર કોલ કરી શકશે. ગ્રાહક BSNLની મોબાઇલ એપ Wingsનો ઉપયોગ કરીને દેશમાં કોઇપણ ફોન નંબર ઉપર કોલ કરી શકે છે. આ પહેલા મોબાઇલ એપથી તમે ટેલિફોન નંબર્સ ઉપર ફોન કોલ કરી શકતા ન્હોતા. પરંતુ આ ખાસ એપથી યુઝ્સ ફોન કોલ કરી શકશે.
આ સેવાનો ઉપયોગ કરતા BSNLના ગ્રાહકો દેશમાં કોઇપણ નેટવર્ક ઉપર કોલ કરી શકશે. ગ્રાહકો BSNL કે પછી બીજી કંપનીનું wi-fiનો ઉપયોગ પણ કરી શકે છે. ટેલિકોમ કમીશને ટેલિફોન લાયસન્સ ધરાવતી કંપનીઓને wi-fi કનેક્શનનો ઉપયોગ કરીને એપ આધારિત કોલિંગ સેવા ઉપલબ્ધ કરાવા માટે મંજૂરી આપી છે.
સેવાઓ આપનારી કંપનીઓને ઇન્ટરસેપ્શન અને મોનિટરિંગ સાથે સંકળાયેલી બધી જરૂરિયાતોનું પાલન કરવાનું રહેશે. આ સર્વિસ માટે આ સપ્તાહથી જ રજીસ્ટ્રેશન થશે. આ સેવા 25 જુલાઇ પછી એક્ટવ કરાશે.
ટેલિકોમ મિનિસ્ટર મનોજ સિન્હાએ કહ્યું કે, અત્યારના સમયમાં પ્રતિસ્પર્ધી માહોલમાં BSNLની બજારમાં ભાગીદારી વધારવી વખાણવા લાયક છે. હું ઇન્ટરનેટ ટેલિફોની માટે બીએસએનએલ મેનેજમેન્ટને અભિનંદન પાઠવું છું. જેની મદદથી ગ્રાહકો સીમ કાર્ડ વગર જ કોલ કરી શકે છે.

Loading...