દૂધ અસલી છે કે નકલી સ્માર્ટફોનથી પડી જશે ખબર, જાણો કેવી રીતે

પ્રતિકાત્મક તસવીર

હૈદરાબાદમાં આઇઆઇટી સોશોધકોએ સ્માર્ટફોન આધારિત સિસ્ટમ વિકસાવી છે.

 • Share this:
  હવે તમારા ફોનમાં માત્ર વાતચીત જ નહીં પરંતુ દૂધની ભેળસેળની પણ ખબર મેળવી શકો છો. હૈદરાબાદમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) ના સંશોધકોએ આવી સ્માર્ટફોન આધારિત સિસ્ટમ વિકસાવી છે.

  આ પ્રણાલી એક પેપરનો ઉપયોગ કરીને દૂધમાં એસિડિટીને શોધી કાઢે છે જે એસિડિટી મુજબ રંગ બદલે છે. તેઓએ એલ્ગોરિધમ્સ પણ વિકસાવ્યાં છે જે સ્માર્ટફોનથી જોડીને કલરમાં બદલાવનું વિશ્લેષણ કરી શકાય છે.

  સંશોધકોની આગેવાની હેઠળ આઇઆઇટીના પ્રોફેસર શિવ ગોવિંદ સિંહે કહ્યું હતું કે, " દૂધમાં ભેળસેળ શોધવા ક્રોમેટોગ્રાફી અને સ્પેક્ટ્રોસ્કોપી જેવા ટેકનીકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. " પરંતુ આવી ટેકનીકો માટે સામાન્ય રીતે વ્યાપક સિસ્ટમ હોવી જરૂરી છે, અને આમા ઓછી કિંમતે ઉપયોગ કરવા માંટે સાધનોનો ઉપયોગ કરવો વ્યવહારુ નથી.

  તેઓએ કહ્યું, 'આપણે સરળ સાધનો વિકસાવવા પડશે કે જેનાથી ગ્રાહક દૂધમાં ભેળસેળ શોધવા માટે ઉપયોગ કરી શકે.' એક જ સમયે મોંઘા ઉપકરણોની જરૂરિયાત વગર, આ તમામ પરિમાણોનું નિરીક્ષણ કરીને દૂધમાં ભેળસેળને બચાવવા માટે નિરીક્ષણ પદ્ધતિ બનાવવી જોઈએ. 'પ્રથમ સંશોધન ટીમે પી.એચ. સ્તર માપવા માટે સેન્સર-ચિપ આધારિત પદ્ધતિ વિકસાવી હતી.
  Published by:Bhoomi Koyani
  First published: