Home /News /tech /

હવે કરો જલસા, આવી ગયું ડિશ કે રિચાર્જ વગર ઇન્ટરનેટથી ચાલતું સેટટોપ બોક્સ

હવે કરો જલસા, આવી ગયું ડિશ કે રિચાર્જ વગર ઇન્ટરનેટથી ચાલતું સેટટોપ બોક્સ

નવા સેટટોપ બોસ્કની મદદથી ડિશ ઇન્સ્ટોલ કરાવ્યા વગર જ મનપસંદ ચેનલ્સ ફ્રીમાં જોઇ શકાશે

માર્કેટમાં એવું સેટટોપબોક્સ આવી ગયું છે જેનાથી તમને ડિશ અને રિચાર્જથી મુક્તી મળી જશે. કારણ કે આ નવું સેટટોપબોક્સ ઇન્ટરનેટથી ચાલશે.

    સામાન્ય રીતે લોકો કેબલ ચેનલ કે મનપસંદ ચેનલ્સ જોવા માટે વિવિધ કંપનીની ડિશ ફિટ કરાવે છે, જો કે આ ડિશ ફિટ કરાવ્યા બાદ અનેક સમાસ્યાઓ રહે છે, જેમ કે ખરાબ વાતાવરણમાં ડિશ સિગ્નલ તૂટી જાય છે, તો દર મહિને રિચાર્જ પણ કરાવવાની જરૂર પડે છે. પરંતુ તમને જાણીને ખુશી થશે કે હવે માર્કેટમાં એવું સેટટોપબોક્સ આવી ગયું છે જેનાથી તમને ડિશ અને રિચાર્જથી મુક્તી મળી જશે. કારણ કે આ નવું સેટટોપબોક્સ ઇન્ટરનેટથી ચાલશે.

    નવા સેટટોપ બોસ્કની મદદથી ડિશ ઇન્સ્ટોલ કરાવ્યા વગર જ મનપસંદ ચેનલ્સ ફ્રીમાં જોઇ શકાશે. એટલું જ નહીં, આ માટે તમારે કોઇ રિચાર્જ કરાવવાની જરૂર નહીં પડે. તમે આ સેટટોપ બોક્સ દ્વારા ફ્રીમાં જોઇ શકાશે. આ સેટ ટોપ બોક્સ કોમ્પેક્ટ સાઇઝનું છે.

    કેવી રીતે ચાલશે આ સેટટોપ બોક્સ

    આ સેટ ટોપ બોક્સની ખાસ વાત એ છે કે તે ઇન્ટરનેટની મદદથી ચાલે છે. તેના માટે કંપની એક ડોંગલ પણ ફ્રીમાં આપે છે. તેને ઇન્ટરનેટ કેબલ અથવા વાઇફાઇની મદદથી એક્સેસ કરી શકાય છે. કંપનીનું કહેવું છે કે, ઇન્ટરનેટની મદદથી ચાલતા આ સેટટોપ બોક્સમાં 100થી વધુ ચેનલ્સ જોઇ શકાય છે. જો તમારા ઘરમાં ઇન્ટરનેટ નહીં હોય તો પણ આ સેટ ટોપ બોક્સથી 132 ચેનલ્સ લાઇફટાઇમ ફ્રીમાં જોઇ શકાશે.

    આ કોમ્પેક્ટ સાઇઝ સેટ ટોપ બોક્સને તમામ ટીવી સાથે કનેક્ટ કરી શકાય છે. આ સેટ ટોપ બોક્સના યૂઝ માટે ઘરમાં સ્માર્ટ ટીવી હોવું જરૂરી નથી. સેટ ટોપ બોક્સમાં એન્ટિના IN પોર્ટ, RC કેબલ પોર્ટ, HDMI પોર્ટનો ઓપ્શન આપેલો છે. સેટ ટોપ બોક્સને પાવર આપવા માટે એડોપ્ટરથી કનેક્ટ કરવું પડે છે. સેટ ટોપ બોક્સના ફ્રન્ટમાં ડોંગલ લગાવવા માટે USB પોર્ટ છે.

    અહીંથી કરી શકશો ખરીદી

    આ સેટ ટોપ બોક્સને ઓનલાઇન અને ઓફલાઇન માર્કેટમાંથી ખરીદી શકાય છે. તેને એમેઝોન, સ્નેપડીલની સાથે અન્ય ઇ-કોમર્સ વેબસાઇટ પરથી સરળતાથી ખરીદી શકાય છે. સેટ ટોપ બોક્સની ઓનલાઇન માર્કેટમાં 1300થી 1500 રૂપિયામાં ખરીદી શકાય છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: New set top box, TV channel, Without Dish or Recharge

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन