ન્યૂઝ 18 ગુજરાતી : દેશની પ્રતિષ્ઠિત ટેલિકૉમ કંપની ભારતી એરટેલે તાજેતરમાં જ પોતાની સિસ્ટર કંપની ઇન્ડો ટેલીપોર્ટસ સાથે મળી અને ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં કૉલિંગ અને ઇન્ટરનેટ સેવા આપવા માટે દૂરસંચાર વિભાગ પાસે પરવાનગી માગી હતી. દુરસંચાર વિભાગે કંપનીને પરવાનગી આપી દીધી છે. હવે સેટેલાઇટ સિસ્ટમના ઉપયોગથી સમુદ્રી યાત્રા, ઇન્ટરનેશનલ અને ડૉમેસ્ટિક ફ્લાઇટમાંથી મુસાફરો કૉલિંગ અને ડેટાનો ઉપયોગ કરી શકશે.
'નવભારત ટાઇમ્સ'ના એક અહેવાલ મુજબ, ટેલિકૉમ્યુનિકેશન વિભાગ દ્વારા 3 એપ્રીલે એક નિર્દેશ બહાર પાડ્યો હતો જેમાં ઇન્ડો ટેલોપોર્ટ્સ કંપનીને પરવાનગી આપી હોવાનો ઉલ્લેખ છે.
ઉલ્લેખીય છે કે ઇન્ડો ટેલીપોર્ટ્સ વર્ષ 2008માં ભારતી ટેલીપોર્ટ્સના નામથી લૉન્ચ થઈ હતી, જેનો ઉપયોગ ટીવી બ્રૉડકાસ્ટ માટે હબ તૈયાર કરવાનો અને તેનો ઑપરેટ કરવાનો હતો. જેના માધ્યમથી તે ચેનલના પ્રસાર માટે સેટલાઇટને સિગ્નનલ આપવાનું કામ કરે છે.
નવભારત ટાઇમ્સના એક અહેવાલ મુજબ, એરટેલના એક સીનિયર એક્ઝિક્યુટીવે જણાવ્યું હતું કે ફ્લાઇટમાં કૉલિંગ અને ઇન્ટરનેટના વપરાશનું લાયસન્સ મળવું કંપની માટે આવકનો નવો સ્રોત. ફ્લાઇટમાં મોબાઇલ કૉમ્યુનિકેશન સર્વિસ ઑન બોર્ડ એરક્રાફ્ટ નામની ખાસ ટૅકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના માધ્યમથી આકાશમાંથી પણ ઇન્ટરનેટનો ઉપયોગ થઈ શકશે. જોકે, ભારત આ ટેકનૉલૉજીનો ઉપયોગ કરનાર પ્રથમ દેશ નથી. અત્યારસુધીમાં વિશ્વની 30 એરલાઇન્સ આ ટકનૉલૉજીનો ઉપયોગ કરી ચુકી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર