Home /News /tech /

Airtel પેમેન્ટ બેંકે શરૂ કરી નવી સર્વિસ, હવે કાર્ડ વગર ઉપાડી શકશો ATMમાંથી પૈસા

Airtel પેમેન્ટ બેંકે શરૂ કરી નવી સર્વિસ, હવે કાર્ડ વગર ઉપાડી શકશો ATMમાંથી પૈસા

એટીએમમાંથી ડિબિટ કાર્ડ વગર પૈસા નિકાળવાની સુવિધાની સૌપ્રથમ શરૂઆત Indusind Bankએ કરી હતી.

એટીએમમાંથી ડિબિટ કાર્ડ વગર પૈસા નિકાળવાની સુવિધાની સૌપ્રથમ શરૂઆત Indusind Bankએ કરી હતી.

    Airtel પેમેન્ટ બેંકે પોતાના ગ્રાહકો માટે એક ખાસ સર્વિસ શરૂ કરી છે. અત્યાર સુધીમાં એરટેલ પેમેન્ટ બેંક પોતાના ખાતાગ્રાહકોને ફિઝિકલ ડેબિટ કાર્ડ આપી રહી હતી, જેથી ગ્રાહકોથી Airtelના બેંકિંગ પોઈન્ટ પર જઈ પૈસા ઉપાડવાની સુવિધા હતી. હવે Airtel પેમેન્ટ બેંકના ગ્રાહક એમ કાર્ડ વગર પણ એટીએમમાંથી પૈસા નિકાળી શકશે.

    ચોંકો નહી, ફાસ્ટ વધી રહેલી ટેક્નોલોજીની મદદથી આ શક્ય બન્યું છે. આ સર્વિસની ખાસ વાત એ છે કે, ખાતાગ્રાહક સિવાય આ સેવા દ્વારા તમારા ફ્રેંડ પણ પૈસા નિકાળી શકે છે.

    એટીએમ વગર આવી રીતે નીકાળી શકાય કેશ
    સૌપ્રથમ પહેલા તમારે Airtel પેમેન્ટ બેંકની એપ દ્વારા આ સર્વિસનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન બાદ તમને એક પિન નંબર મળશે. પછી એપમાં બતાવવામાં આવેલા નજીકના એટીએમમાં જવાનું રહેશે. હવે એટીએમ મશીન પર જઈ તમારે ઈન્સ્ટેન્ટ મની ટ્રાંસફર ના ઓપ્શનને સિલેક્ટ કરવાનું. ત્યારબાદ મોબાઈલ નંબર અને જનરેટ કરવામાં આવેલો પિન નંબર નાખીને પૈસા ઉપાડી શકો છે. .

    Airtel પેમેન્ટ બેંક સિવાય આ સર્વિસ કેટલીક અન્ય બેંક પણ આપી રહી છે. એટીએમમાંથી ડિબિટ કાર્ડ વગર પૈસા નિકાળવાની સુવિધાની સૌપ્રથમ શરૂઆત Indusind Bankએ કરી હતી. Indusind Bankએ આ સર્વિસનું નામ કેશ ઓન મોબાઈલ રાખ્યું હતું.

    એસબીઆઈ, એક્સિસ બેંક, બેંક ઓફ ઈન્ડીયા, સહિત કેટલીએ બેંક ઈન્સ્ટન્ટ મની ટ્રાંસફર રૂપે આ સર્વિસ આપી રહી છે. પ્રાઈવેટ સેક્ટરની સૌથી મોટી બેંક આઈસીઆઈસીઆઈ બેંકે આ સર્વિસનું નામ કાર્ડલેસ કેસ વિડ્રોલ રાખ્યું હતું. આ બધી બેંકોની એપ પરથી તમે આ સર્વિસનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ધ્યાન રાખવાની વાત એ છે કે, મોટાભાગની બેંક આ સર્વિસ માટે 25 રૂપિયાનો ચાર્જ લઈ રહી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Airtel Payments Bank, ATM card, Cradit card, Debit card, Withdraw cash

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन