WhatsAppના આ યુઝર્સે હવે સર્વિસના બદલામાં ચુકવવા પડશે પૈસા

News18 Gujarati
Updated: August 2, 2018, 10:09 AM IST
WhatsAppના આ યુઝર્સે હવે સર્વિસના બદલામાં ચુકવવા પડશે પૈસા
WhatsApp પોતાની મેસેજિંગ એપ પર નકલી સમાચાર અને પ્રેરિત કરતા કન્ટેન્ટ પર રોક લગાવવામાં નિષ્ફળ રહેતા કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. આ બધા વચ્ચે WhatsAppએ બુધવારે કહ્યું કે, તેણે ભારતમાં પોતાના 20 કરોડથી વધારે યૂઝર્સ માટે મેસેજ ફોરવર્ડ કરવાની લિમિટ 5 ચેટ્સ (કોન્ટેક્સ અથવા ગ્રુપ) સુધી સિમિત કરી દીધી છે. એટલે કે, WhatsApp પર હવે કોઈ પણ યૂઝર કોઈ મેસેજને 5 વખતથી વધારે વખત ફોરવર્ડ નહી કરી શકે. ફોરવર્ડ કરવાની આ લિમીટ મેસેજ, ફોટો અને વીડિયો માટે પણ છે.

WhatsAppએ કહ્યું છે કે મેસેજ મોકલવા માટે એક ચોક્કસ રેટ હશે. અલગ અલગ દેશમાં આ ચાર્જ 30 પૈસાથી લઈને રૂ. 5.8 રૂપિયા સુધી હશે. 

  • Share this:
જો તમે મેસેજિંગ એપ્લિકેશન WhatsAppનો ઉપયોગ કરો છો તો તમારા માટે માઠા સમાચાર છે. હવે તમારે WhatsAppની સર્વિસ માટે પૈસા ચુકવવા પડશે. WhatsAppએ જણાવ્યું છે કે જો તમે માર્કેટિંગ કે કસ્ટમર સર્વિસ માટે WhatsAppનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે આ માટે પૈસા ચુકવવા પડશે. WhatsApp હાલમાં યુઝર્સની ઘટી રહેલી સંખ્યા અને મર્યાદિત કમાણીની મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. આ માટે જ આવું પગલું ભરવામાં આવી રહ્યું છે. WhatsAppએ કહ્યું છે કે મેસેજ મોકલવા માટે એક ચોક્કસ રેટ હશે. અલગ અલગ દેશમાં આ ચાર્જ 30 પૈસાથી લઈને રૂ. 5.8 રૂપિયા સુધી હશે. WhatsAppનો બિઝનેસ ઉપયોગ કરી રહેલા લોકોએ આ ચાર્જ ચુકવવો પડશે.

SMSની સરખામણીમાં પ્રિમિયમ રેટ્સ લેશે WhatsApp

દુનિયાભરમાં WhatsAppના આશરે 1.5 અબજ યુઝર્સ છે. WhatsAppએ કહ્યું છે કે બુધવારથી બિઝનેસ શોપિંગ કન્ફર્મેશન, એપોઇન્ટમેન્ટ રિમાઇન્ડર તેમજ ટિકિટ જેવા નોટિફિકેશન મોકલવા માટે WhatsAppની બિઝનેસ એપીઆઇ (એપ્લીકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસ)નો ઉપયોગ કરી શકશે. WhatsAppએ કહ્યું છે કે તે એસએમએસની સરખામણીમાં પ્રિમિયમ રેટ્સ ચાર્જ કરશે.

WhatsAppએ આ વર્ષ જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે તેઓ સ્મોલ બિઝનેસ એકાઉન્ટ્સને WhatsApp બિઝનેસ એપ્લિકેશનના માધ્યમથી કોમ્યુનિકેટ કરવાની છૂટ આપવાની શરૂઆત કરશે. હાલમાં તેના 30 લાખથી વધારે એક્ટિવ યુઝર્સ છે. ચીફ ઓપરેટિંગ ઓફિસર મેટ ઇડેમાએ એ વખતે જણાવ્યું હતું કે WhatsApp ભવિષ્યમાં આ સેવા માટે ચાર્જ લેશે. ભારતમાં WhatsApp યુઝર્સની સંખ્યા હાલમાં 20 કરોડથી વધારે છે.

Facebookએ કહ્યું છે કે namesake એપ અને Instagram પર યુઝર્સ હવે એ જાણી શકશે કે તેઓ દરરોજ આ એપ પર કેટલો સમય વિતાવે છે. સાથે જ જો યુઝર્સે આ અંગે કોઈ સમય મર્યાદા નક્કી કરી હશે તો તે મર્યાદા પાર થતાની સાથે જ યુઝરને નોટિફિકેશન મળશે.
First published: August 2, 2018, 10:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading