Netflix app પર ગેમ્સ રમવા માંગો છો? આ રહી ડાઉનલોડ અને લોગીન કરવા સહિતની માહિતી

નેટફ્લિક્સ પર હવે ગેમ રમી શકાશે.

Games on Netflix: વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સે (Netflix) પ્લેટફોર્મ પર એકસાથે 5 મોબાઈલ ગેમ્સ લોન્ચ (Games on Netflix) કરી છે.

  • Share this:
મુંબઈ: વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સે (Netflix) પ્લેટફોર્મ પર એકસાથે 5 મોબાઈલ ગેમ્સ લોન્ચ (Games on Netflix) કરી છે. નેટફ્લિક્સ છેલ્લા એક વર્ષથી ગેમિંગનું ટેસ્ટિંગ કરી રહ્યું હતું અને આ વર્ષે જુલાઈમાં કંપનીએ તેની સત્તાવાર જાહેરાત કરી હતી. આ દરમિયાન લોન્ચ સમયે નેટફ્લિક્સે કહ્યું હતું કે, તમને કોઈ કેઝ્યુઅલ ગેમ (Casual Game) રમવાનું મન થાય તો સ્ક્રેચથી શરૂઆત કરી શકો છો. અમે ગેમ્સની લાઇબ્રેરી બનાવવાનું શરૂ કરવા માંગીએ છીએ. જે દરેકને કંઈક પૂરું પાડશે. અમે સારા ગેમિંગ અનુભવ માટે પ્રાથમિક દિવસોમાં છીએ અને અમે તમને અમારી સાથે આ મુસાફરી પર લઈ જવા માટે ઉત્સાહિત છીએ.

નેટફ્લિક્સના સબ્સ્ક્રાઇબર આ 5 ગેમ રમી શકશે

1) સ્ટ્રેન્જર થિંગ્સ: 1984 (Stranger Things: 1984)

2) સ્ટ્રેન્જર થિંગ્સ 3: ધ ગેમ (Stranger Things 3: The Game)

3) કાર્ડ બ્લાસ્ટ (Card Blast)

4) ટીટર અપ (Teeter Up)

5) શૂટિંગ હૂપ્સ (Shooting Hoops)

નેટફ્લિક્સમાં ગેમ કઈ રીતે રમવી?

નેટફ્લિક્સ મોબાઈલ ગેમ્સ અત્યારે માત્ર એન્ડ્રોઇડ ડીવાઈસ પર જ ઉપલબ્ધ છે. Netflixની એપ્લિકેશનમાં તમને નવી ટેબ દેખાશે. જે ગેમિંગ માટે રહેશે. તે ટેબ પર ક્લિક કર્યા બાદ ગેમ જોવા મળશે. એન્ડ્રોઇડ ટેબ્લેટમાં પણ ગેમ રમી શકાય છે.

ફોન કે ટેબ્લેટમાં ગેમ રમવા માટે નેટફ્લિક્સ એપમાં લોગીન કરી, હોમપેજ અથવા ગેમ્સ ટેબમાંથી નેટફ્લિક્સ ગેમ્સ એક્સેસ કરો. હવે તમને ગમતી ગેમ પસંદ કરો. ત્યારબાદ ડીવાઈસના એપ્લિકેશન સ્ટોર દ્વારા ગેમ ડાઉનલોડ કરો. હવે નેટફ્લિક્સ એપ્લિકેશન દ્વારા આ ગેમ રમો.

આ પણ વાંચો: iPhone અને Apple Watch બનશે વધુ સ્માર્ટ, કાર ક્રેશ થવાના કેસમાં મદદ કરશે, જાણો કેવી રીતે કામ કરશે આ ફીચર

નેટફ્લિક્સ એપમાં ગેમ રમવા પૈસા ચૂકવવા પડશે?

નેટફ્લિક્સની એપ્લિકેશનના માધ્યમથી ગેમ રમવા માટે યુઝર પાસે નેટફ્લિક્સની મેમ્બરશીપ હોવી જરૂરી છે. ગેમ ડાઉનલોડ કર્યા બાદ તે ગમે ત્યારે રમી શકાશે. તમારે માત્ર એક વખત ક્લિક કરવાનું રહેશે.

ઈન્ટરનેટ કનેક્શનની નહીં પડે જરૂર

નેટફ્લિક્સનું અમુક ગેમમાં ઈન્ટરનેટ કનેક્શનની જરૂર નહીં પડે. આવી ગેમ ઓફલાઇન પણ રમી શકાશે. કનેક્શન ન આવતું હોય તેવા વિસ્તારોમાં આવી ગેમ રમવી સરળ રહેશે. નેટફ્લિક્સે ગેમિંગ માટે BonusXP, Los Gatos ગેટોસ જેવી કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. નેટફ્લિક્સે તાજેતરમાં વિડિઓ ગેમ ક્રિએટર્સ નાઇટ સ્કૂલ સ્ટુડિયો પણ ખરીદ્યો હતો.

ભાષા

નેટફ્લિક્સે ગેમિંગ સર્વિસ સાથે ભાષાનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે. હિન્દી, બાંગ્લા, પંજાબી અને મરાઠી જેવી ભાષાઓમાં પણ તમે ગેમિંગનો આનંદ માણી શકો છો. જો તમે કોઈ ભાષા પસંદ ન કરો તો રમતની ભાષા અંગ્રેજી રહેશે.
Published by:Vinod Zankhaliya
First published: