Home /News /tech /Google search history: ગૂગલમાં તમે શું શું સર્ચ કર્યું તેની હવે કોઈને નહીં થાય જાણ, હવે માત્ર એક ક્લિકમાં ઈરેઝ કરો ગૂગલ સર્ચ હિસ્ટ્રી

Google search history: ગૂગલમાં તમે શું શું સર્ચ કર્યું તેની હવે કોઈને નહીં થાય જાણ, હવે માત્ર એક ક્લિકમાં ઈરેઝ કરો ગૂગલ સર્ચ હિસ્ટ્રી

પ્રતિકાત્મક તસવીર

Google History: અગાઉ ફેસબોકે પણ આ પ્રકારની જાહેરાત કરી હતી, બાદમાં હવે ગૂગલ બીજા નંબરની કંપની બની ગઈ છે, જે પોતાના યૂઝર્સને પોતાના ડેટા પર કન્ટ્રોલ રાખવા દે છે.

  ગૂગલે યૂઝર્સ (Google users) માટે અલગ ઈન્વેશન કર્યું છે. યૂઝરે છેલ્લી 15 મિનિટમાં જે પણ સર્ચ કર્યું હશે તે માત્ર એક ક્લિકની મદદથી ઈરેઝ કરી શકાશે. અગાઉ ફેસબોકે પણ આ પ્રકારની જાહેરાત કરી હતી, બાદમાં હવે ગૂગલ બીજા નંબરની કંપની બની ગઈ છે, જે પોતાના યૂઝર્સને પોતાના ડેટા પર કન્ટ્રોલ રાખવા દે છે. સમગ્ર વિશ્વમાં ફેસબુક યૂઝર્સ માત્ર એક ક્લિકથી ડેટા ઈરેઝ કરી શકે છે. આ બટનને ક્લિઅર હિસ્ટ્રી (Clear History) નામ આપવામાં આવ્યું હતું.

  સિક્યોરિટી પર્પઝ માટે યૂઝર્સ ગૂગલ (Google) અને ફેસબુક (Facebook) જેવી ટેકનિકલ કંપનીઓને યૂઝર પ્રાઈવસી (Privacy Feature)માં વધારો કરવા માટે જણાવી રહ્યા છે.

  ગૂગલે Google I/O કોન્ફરન્સમાં ‘ક્વિક ડિલીટ’ સર્ચ હિસ્ટ્રી ફીચરની જાહેરાત કરી છે.

  બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર ગૂગલના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ જેન ફિત્ઝપેટ્રિક જણાવે છે કે, ‘અમે તમારી અંગત જાણકારી કોઈપણ વ્યક્તિને સેલ કરતા નથી.’

  ગૂગલ સર્ચ હિસ્ટ્રી (Google Search History) ને ‘quick delete’ કેવી રીતે કરવી?

  બે સિમ્પલ વેથી ગૂગલ સર્ચ હિસ્ટ્રીને ‘quick delete’ કરી શકાય છે. તમારી પાસે ગૂગલ એકાઉન્ટ હોવું જરૂરી છે.

  સ્ટેપ 1- ગૂગલ એકાઉન્ટ પ્રોફાઈલ પિક્ચર પર ક્લિક કરો. જ્યાં ડ્રોપ ડાઉન મેનૂ જોવા મળશે.

  સ્ટેપ 2- Delete last 15 minutes’ ઓપ્શન પર ક્લિક કરો. જેનાથી તમે જે રિસેન્ટલી સર્ચ કર્યું હશે તે ઈરેઝ થઈ જશે.

  ગૂગલ ઈવેન્ટના પ્રાઈવસી ફીચર અંગે બ્લૂમબર્ગ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. આ ફીચરમાંમાં એન્ડ્રોઈડ ડિવાઈસ માટે પાસવર્ડ અને ડેટા યૂસેઝ પરમિશનની સિક્યોરિટી માટે અન્ય ટૂલ સામેલ છે.

  ફિત્ઝપેટ્રિક જણાવે છે કે, ‘કોઈપણ કંપની આ પ્રકારની ટેકનિકલરૂપે લાગુ થયેલ પ્રાઈવસી પ્રદાન કરતી નથી.’

  રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, દિગ્ગજ ટેક કંપની એપલે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ ડિવાઈસની સરખામણીએ આઈફોનને સિક્યોરિટી પ્રદાન કરવામાં અનેક વર્ષોનો સમય લીધો છે.

  કંપનીએ અગાઉ કયા નિર્ણયો લીધા છે?

  મે 2019માં ગૂગલે યૂઝર્સને તેમની પ્રાઈવસી અને ગૂગલ સર્ચ દ્વારા એકત્ર કરવામાં આવેલ ડેટાને કંટ્રોલ કરવા માટે અનેક રીત સામેલ કરી હતી. અનેક યૂઝર્સને આ અંગે જાણકારી ના હોઈ શકે. હિસ્ટ્રીને ડિલીટ કરવા માટે જે ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે તે વધુ અસરકારક હોઈ શકે છે.

  વર્ષ 2019માં પ્રાઈવસી ફીચરની શરૂઆત કરીને ગૂગલ બ્લોગે (Google Blog) કહ્યું કે, ‘તમે જે ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ લોકેશન હિસ્ટ્રી અને વેબ તથા એક્ટિવિટી માટે ચાલુ અથવા બંધ કરી શકો છો. તમે મેન્યુઅલી પણ જે ડેટા ઈરેઝ કરવા ઈચ્છો છો તે ઈરેઝ કરી શકાય છે. ઉપરાંત ઓટો ડિલીટ ઓપ્શનની પણ જાહેરાત કરી રહ્યા છીએ, જેનાથી ડેટા સરળતાથી કંટ્રોલ કરી શકાય છે.’

  ઓટો ડિલીટ કંટ્રોલની સાથે યૂઝર્સ સમય મર્યાદાની પસંદગી કરી શકે છે. જેથી યૂઝર જ્યાં સુધી ડેટા સેવ કરવાનું ઈચ્છતો ત્યાં સુધી ડેટા સેવ કરી શકે છે. સમય મર્યાદા નક્કી કરવામાં આવી તેનાથી જૂનો ડેટા આપમેળે હટાવી દેવામાં આવશે. અત્યાર સુધી ઓટો ડિલીટનો કંટ્રોલ લોકેશન હિસ્ટ્રી, વેબ અને એપ એક્ટિવિટી સુધી જ સંબંધિત હતો.

  જાન્યુઆરી 2020માં ફેસબુક હેડ માર્ક ઝુકરબર્ગે પ્રાઈવસી ફીચર અંગે બ્લોગમાં જાહેરાત કરી હતી. યૂઝર પોતાની હિસ્ટ્રી પર કંટ્રોલ રાખી શકે છે અને હિસ્ટ્રી ડિલીટ કરી શકે છે. ઝુકરબર્ગે બ્લોગમાં જણાવ્યું હતું કે, ‘ઓફ્ફ ફેસબુક એક્ટિવિટી’ના નામથી તમામ યૂઝર્સ માટે આ ટૂલ ઓપરેટ કરી દેવામાં આવશે. અગાઉ આ ટૂલ માત્ર આયર્લેન્ડ, દક્ષિણ કોરિયા અને સ્પેન સહિત ગણતરીના દેશમાં જ ઉપલબ્ધ હતું.

  ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, અન્ય કંપનીઓ તમારી તે વેબસાઈટ પરની એક્ટિવિટીની જાણકારી અમને મોકલે છે અને તે જાણકારી અનુસાર અમે તમને તે સંબંધિત જાહેરાત બતાવીએ છીએ. ઓફ્ ફેસબુક એક્ટિવિટી’ ટૂલથી તમે તમારી ઈન્ફોર્મેશનની સમરી જોઈ શકો છો અને જો તમે ઈચ્છો તો ઈન્ફોર્મેશન ડિલીટ પણ કરી શકો છો.

  અહીં ઉલ્લેખનિય છે કે, વર્ષ 2019માં પહેલી વાર આ ટૂલ રજૂ કરવામાં આવ્યું હતું. ફેસબુકે આ ટુલ અંગે જાણકારી આપી હતી. જો તમે ’ઓફ્ફ ફેસબુક એક્ટિવિટી’ને ક્લિઅર કરી દેશો તો, અમે તમારી જાણકારીને તે ડેટામાંથી હટાવી દઈશું. તમે જે કઈ વેબસાઈટની વિઝીટ લો છો અને ત્યાં શુ સર્ચ કર્યું તે વિશે જાણી નહીં શકીએ. તમે જે પણ ડેટા ડિસકનેક્ટ કર્યા હશે તેનો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અથવા મેસેન્જર પર જાહેરાત માટે ઉપયોગ કરવામાં નહીં આવે.
  First published:

  Tags: Google search, Technology news

  विज्ञापन