Home /News /tech /

જાસૂસીનું લાઇસન્સ: હવે તમારા કોમ્પ્યુટર પર નજર રાખશે NIA, CBI સહિત 10 એજન્સીઓ

જાસૂસીનું લાઇસન્સ: હવે તમારા કોમ્પ્યુટર પર નજર રાખશે NIA, CBI સહિત 10 એજન્સીઓ

પ્રતીકાત્મક તસવીર

ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર, 10 એજન્સીઓની પાસે અધિકાર છે કે તેઓ કોઈ પણ કોમ્પ્યુટરના ડેટાને ચેક કરી શકે છે

    ન્યૂઝ18 ગુજરાતી: ઇન્ટેલિજન્સ બ્યૂરોથી લઈને NIA સુધી દસ કેન્દ્રીય એજન્સીઓ હવે કોઈ પણ કોમ્પ્યુટરમાં રિસીવ થતા અને સ્ટોર્ડ ડેટા સહિત કોઈ પણ જાણકારી પર નજર, ઇન્ટરસેપ્ટ અને ડિક્રિપ્ટ કરી શકે છે.

    ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર, 10 એજન્સીઓની પાસે અધિકાર છે કે તેઓ કોઈ પણ કોમ્પ્યુટરના ડેટાને ચેક કરી શકે છે. આ એજન્સીઓમાં ઇન્ટેલિજન્સ બ્યૂરો, નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો, ઇન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ, સેન્ટ્રલ ટેક્સ બોર્ડ, ડીઆરઆઈ, સીબીઆઈ, કેબિનેટ સચિવાલય (આર એન્ડ એડબ્યૂ), ડાયરેક્ટરેટ ઓફ સિગ્નલ ઇન્ટેલિજન્સ (જમ્મુ-કાશ્મીર, નોર્થ ઇસ્ટ અને આસામના માટે) અને પોલીસ કમિશનર દિલ્હીના નામ સામેલ છે.

    આ આદેશ અનુસાર તમામ સબસ્ક્રાઇબર કે સર્વિસ પ્રોવાઇડર અને કોમ્પ્યુટનરના માલિકને તપાસ એજન્સીઓને ટેકનીકલ સહયોગ આપવો પડશે. જો તેવો એવું નહીં કરે તો તેમને 7 વર્ષની સજા સાથે દંડ ફટકારાઈ શકાય છે.

    સરકારના આ નિર્ણય પર કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, આ પ્રકારની મંજૂરી આપવાથી તેનો દુરુપયોગ પણ થઈ શકે છે.

     ગૃહ મંત્રાલયે આઈટી એક્ટ, 2000ના 69(1) હેઠળ આ આદેશ આપ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતની એકતા અને અખંડતા ઉપરાંત દેશની રક્ષા અને શાસન વ્યવસ્થા કાયમ રાખવા માટે જરૂરી લાગે તો કેન્દ્ર સરકાર કોઈ એજન્સીઅને તપાસ માટે તમારા કોમ્પ્યુટરને એક્સેસ કરવાની મંજૂરી આપી શકે છે.

    આ ઓર્ડરને ન્યૂઝ18ને સમજાવતાં સરકાર સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે ટેલિગ્રાફ એક્ટની જેમ જ આઈટી એક્ટમાં પણ ડિજિટલ ડેટાને ઇન્ટરસેપ્ટનો કોઈ સ્કોપ નથી.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Mobile phone, Personal computer, એનઆઇએ, ટેક ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन