Freecharge યૂઝર્સ માટે ખુશખબરી, 4.5 કરોડ લોકોને મળશે આ સેવાનો લાભ

News18 Gujarati
Updated: January 12, 2018, 4:02 PM IST
Freecharge યૂઝર્સ માટે ખુશખબરી, 4.5 કરોડ લોકોને મળશે આ સેવાનો લાભ
આ સાથે ફ્રીચાર્જના 4.5 કરોડથી વધારે યૂઝર્સ પોતાના વોલેટને "ફોનપે' એપ સાથે લિંક કરી શકશે...
News18 Gujarati
Updated: January 12, 2018, 4:02 PM IST
દેશની મોટી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટની માલિકિવાળા વોલેટ અને યૂપીઆઈ પેમેન્ટ એપ 'ફોનપે'એ એક્સિસ બેંકની માલિકીની ડિજિટલ વોલેટ 'ફ્રીચાર્જ' સાથે ભાગીદારી કરી છે. આ સાથે ફ્રીચાર્જના 4.5 કરોડથી વધારે યૂઝર્સ પોતાના વોલેટને "ફોનપે' એપ સાથે લિંક કરી શકશે.

કંપનીએ ગુરૂવારે આ નિવેદન આપ્યું હતું કે, લિંક કર્યા બાદ, ફોન-પે ગ્રાહક પોતાના ફી-ચાર્જ વોલેટમાં ઉપલબ્ધ બેલેન્સને તમામ ઓનલાઈન અને ઓપલાઈન મર્ચેંટ આુટલેટ્સ પર પેમેન્ટ કરી શકશે, જે ફોનપે દ્વારા પેમેન્ટ લે છે.

ફ્રીચાર્જ વોલેટને કેવી રીતે કરાશે લિંક
ફોન-પે પર 'My Accountમાં જાઓ. ત્યાં Other Walletsનું ઓપ્શન દેખાશે. Other Walletsને ક્લિક કર્યા બાદ ફ્રી-ચાર્જનું ઓપ્શન આવશે. ત્યારબાદ OTP દ્વારા ફ્રી-ચાર્જને લિંક કરી શકશો.

ફોન-પેના બેંકિંગ પ્રોડક્ટના હેડ હેમંત ગાલાએ કહ્યું કે, ફ્રી-ચાર્જની સાથે ભાગીદારીથી અમે અમારા ગ્રાહકોને ફોન-પે એપની અંદર જ અમારા ફ્રી-ચાર્જ વોલેટને યુઝ કરવાનું ઓપ્શન આપી રહ્યા છીએ.

ફ્રી-ચાર્જના મુખ્ય કાર્યકારી અધિકારી સંગ્રામ સિંહે કહ્યું કે, અમે આ ભાગીદારીથી ખુબ ઉત્સાહિત છીએ, હવે ફ્રીચાર્જના ગ્રાહકો ખાસકરીને ફ્લિપકાર્ટ, મિંત્રા, ઈવે જેવા લોકપ્રિય ઓનલાઈન શોપિંગ પોર્ટલ્સ જેના પર ફોન-પેએ વિશેષરૂપથી કરાર કર્યા છે.
First published: January 12, 2018
વધુ વાંચો
अगली ख़बर