Home /News /tech /

WhatsApp યૂઝર્સને મળશે નવું નઝરાણું, નવા હેલ્પડેસ્ક દ્વારા મળશે આરોગ્ય સલાહ

WhatsApp યૂઝર્સને મળશે નવું નઝરાણું, નવા હેલ્પડેસ્ક દ્વારા મળશે આરોગ્ય સલાહ

વોટ્સએપ (ફાઇલ તસવીર)

CSC Health Services Helpdesk: વોટ્સએપ પર CSC હેલ્થ સર્વિસીસ હેલ્પડેસ્ક એકદમ મફત છે અને આ સેવા હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ હશે.

    મુંબઈ: કોમન સર્વિસ સેન્ટરે (Common Services Center) વોટ્સએપ (New WhatsApp Service) પર ટેલીકન્સલ્ટેશન (Teleconsultation) આપવા માટે ‘CSC હેલ્થ સર્વિસીસ હેલ્પડેસ્ક’ (CSC Health Services Helpdesk) નામની હેલ્પલાઇન (New Helpline) શરૂ કરી છે. કોવિડ-19 (Covid-19)ના વધતા સંક્રમણના કારણે ખાસ કરીને દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે આ ટેલીકન્સલ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં યૂઝર્સ ડૉકટરો સાથે સંપર્ક કરી શકશે અને કોવિડ સંબંધિત તમામ સુવિધાઓ ઍક્સેસ કરી શકશે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ મેળવી શકશે.

    આ રીતે મળશે વોટ્સએપની નવી સર્વિસ

    વોટ્સએપ પર CSC હેલ્થ સર્વિસીસ હેલ્પડેસ્ક એકદમ મફત છે અને આ સેવા હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ હશે. હેલ્પડેસ્ક એક્સેસ કરવા માટે WhatsApp વપરાશકર્તાઓને ફક્ત +917290055552 નંબર પર ‘Hi’ મોકલો અને ડૉક્ટર સાથે કનેક્ટ થવા માટે વિકલ્પો પસંદ કરો. વ્હોટ્સએપ હેલ્પડેસ્ક યૂઝર્સને સામાન્ય સ્વાસ્થ્ય તેમજ કોવિડ-19 સંબંધિત તેમની ચોક્કસ સ્વાસ્થ્ય જરૂરિયાતોને આધારે યોગ્ય ડૉક્ટર માટે માર્ગદર્શન આપશે. વિવિધ આરોગ્ય સેવાઓ માટે નવી હેલ્પડેસ્ક સર્વિસ એવી ચેનલો દ્વારા વિકસાવવામાં આવી છે, જે સામાજિક, નાણાકીય અને ડિજિટલ રીતે સમાવિષ્ટ છે.

    ભારતને આપશે પાયાના સ્તરની સુવિધા

    CSC ઈ-ગવર્નન્સ સર્વિસિસ ઈન્ડિયા લિમિટેડના સીઈઓ દિનેશ કુમાર ત્યાગીએ જણાવ્યું હતું કે “ગ્રામીણ નાગરિકોને આરોગ્ય સંભાળ અને માળખાગત સેવાઓની સારી ઉપલબ્ધતા મળે તે સુનિશ્ચિત કરવા અમે પ્રતિબદ્ધ છીએ. CSCના ટેલી-હેલ્થ કન્સલ્ટેશને પાયાના સ્તરે પ્રાથમિક આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. અમને વિશ્વાસ છે કે WhatsApp પર તેનું એક્સ્ટેન્શન એ સુનિશ્ચિત કરવા માટે અમારું આગામી પગલું હશે કે જે પ્રાથમિક આરોગ્ય સંભાળ સેવાઓ આપણા દેશની સૌથી પછાત વસ્તી માટે ઉપલબ્ધ હશે. આ ચેટબોટને એક કસ્ટમાઈઝ્ડ સોલ્યુશન તરીકે બનાવવામાં આવ્યું છે, જે ભારતમાં લોકોને સામાન્ય સેવાઓ પૂરી પાડવા માટે ઉપયોગી રહેશે."

    આ પણ વાંચો: WhatsApp લાવી રહ્યું છે સ્ટેટસ અપડેટ માટે ખાસ ફીચર, હાલ અમુક યૂઝર્સ લઈ શકશે લાભ

    લોન્ચિંગ ઇવેન્ટ પર વોટ્સએપ ઈન્ડિયાના પબ્લિક પોલિસી ડિરેક્ટર શિવનાથ ઠુકરાલે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી, અમે નાગરિકો માટે સર્વિસને વધુ આકર્ષક, સરળ અને ઉપયોગી બનાવવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યા છીએ. આ ક્ષેત્રમાં અમે જે કામ કર્યું છે તેના પર અમને ગર્વ છે, ખાસ કરીને સમગ્ર આરોગ્ય અને કોવિડ સંસાધનોની ઍક્સેસ પર.
    First published:

    Tags: COVID-19, Whatsapp, આરોગ્ય, ટેકનોલોજી, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन