હવે સરળતાથી મળી જશે ચોરી થયેલો ફોન, સરકાર લાવી રહી છે નવી સુવિધા

News18 Gujarati
Updated: September 13, 2019, 10:24 AM IST
હવે સરળતાથી મળી જશે ચોરી થયેલો ફોન, સરકાર લાવી રહી છે નવી સુવિધા
સરકાર ટૂંક સમયમાં આ માટે એક મોટું પગલું ભરશે.

જો તમારો ફોન કોઇપણ સમયે ચોરાઈ ગયો હોય, તો હવે તેને શોધવો સરળ બનશે. કારણ કે સરકાર ટૂંક સમયમાં આ માટે એક મોટું પગલું ભરશે

  • Share this:
જો તમારો ફોન ક્યારેય ચોરાઈ ગયો હોય, તો હવે તેને શોધવો સરળ બનશે. કારણ કે સરકાર જલદી આ માટે મોટા પગલાં ભરશે. જો ફોન ખોવાઈ ગયો છે, તો હવે તમે ટોલ ફ્રી નંબર પર પણ તેના વિશે ફરિયાદ કરી શકો છો. કહેવામાં આવી રહ્યું છે કે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિનિટી રજિસ્ટર Central Equipment Idenity Register (CEIR) તૈયાર કરવામાં આવ્યો છે, જે તમામ મોબાઇલનો ડેટાબેસ રાખે છે, સૂત્રોના જણાવ્યા અનુસાર ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદ આજે તેની શરૂઆત કરશે.

હેલ્પલાઈન નંબર

પ્રાપ્ત માહિતી અનુસાર દૂરસંચાર વિભાગ શુક્રવારે સીઈઇઆઈઆરનું સત્તાવાર ઉદ્ઘાટન કરશે. આ રજિસ્ટરમાં તમામ મોબાઇલનો ડેટા બેઝ રહેશે. સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિનિટી રજિસ્ટરે સીડોટ તૈયાર કર્યુ છે.

આ પણ વાંચો: Facebookને કેવી રીતે ખબર પડે છે કે તમે છેલ્લે ક્યારે સંબંધ બાંધ્યો હતો?સૌ પ્રથમ મહારાષ્ટ્ર સર્કલમાં શરૂ થયું હતું અને તેના ટ્રાયલથી સંપૂર્ણ સફળતા મળી છે. સરકારે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે જેથી લોકો સરળતાથી ફરિયાદ નોંધાવી શકે. હવે તમે '14422' નંબર પર ચોરી અથવા ફોન ખોવાઈ જવાની ફરિયાદ નોંધાવી શકશો.

ફોન થઇ જશે બ્લૉક

એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસની ફરિયાદ મળ્યા પછી નેટવર્ક પર ફોન ચાલશે નહીં. આઇએમઇઆઈ નંબર દ્વારા ઑપરેટર્સ નેટવર્ક પર મોબાઇલને બ્લૉક કરી શકશે. અન્યના મોબાઇલમાં આઇએમઇઆઈ મેચ થવાથી પણ મોબાઇલ બ્લૉક થઇ જશે. આઈએમઇઆઈ નંબર બદલવા માટે 3 વર્ષની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
First published: September 13, 2019, 10:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading