ફેબ્રુઆરીથી ફ્લાઇટમાં કરી શકશો મોબાઇલ પર વાત!

ચાર કંપનીઓએ ઇન-ફ્લાઇટ સેવાઓ આપવા માટે ટેલિકોમ વિભાગમાં લાઇસન્સ માટે અરજી કરી છે.

ફેબ્રુઆરીથી તમે વિમાનમાં સફર દરમિયાન ડેટા અને મોબાઇલ ફોન પર વાત કરવાની તક મેળવી શકો છો.

  • Share this:
    ફેબ્રુઆરીથી તમે વિમાનમાં સફર દરમિયાન ડેટા અને મોબાઇલ ફોન પર વાત કરવાની તક મેળવી શકો છો. ચાર કંપનીઓએ ઇન-ફ્લાઇટ સેવાઓ આપવા માટે ટેલિકોમ વિભાગમાં લાઇસન્સ માટે અરજી કરી છે. ટેલિકોમ વિભાગ ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં તમામ કંપનીઓને લાઇસન્સ આપશે. ટ્રાઇએ હવાઇ સફર દરમિયાન ઇન ફ્લાય કનેક્ટિવિટી (આઇએફસી) તરીકે ઇન્ટરનેટ અને મોબાઇલ કનેક્ટિવિટીને મંજૂરી આપી છે.

    ફેબ્રુઆરીથી મળી શકે છે ઇન-ફ્લાઇટ કનેક્ટિવિટી

    >> 4 કંપનીઓએ લાઇસેન્સ માટે કરીઅરજી
    >> ટેલિકોમ વિભાગ 10 ફેબ્રુઆરી સુધી લાઇસન્સ આપશે

     Tata Telenet, Hughes India, BSNL, OmniConnect લાઇસન્સ માટેની સ્પર્ધામાં સામેલ છે


    માર્ગદર્શિકાઓ જાહેર -

    સરકારે 14 ડિસેમ્બર 2018ના રોજ દિશાનિર્દેશો રજૂ કર્યા હતા
    >> લાયસન્સ ફી ફક્ત એક રૂપિયા રાખવામાં આવી છે.
    >>સ્પાઇસજેટ અને ઇન્ડિગો ઇન-ફ્લાઇટ સેવાઓ પૂરી પાડવાની તૈયારી કરી રહ્યા છે.
    >> મુદ્દાઓ ઉકેલવા માટે સરકારે સમિતિની રચના કરી છે.
    >> આ ફ્લાઇટ કનેક્ટિવિટીના રોલઆઉટમાં સમિતિ મદદ કરશે.

    આ પણ વાંચો: આનંદો! આવતા મહિને આ કંપની લૉન્ચ કરશે દુનિયાનો પ્રથમ 5G ફોન

    ટ્રાઇએ સ્પષ્ટ જણાવ્યું છે કે હવાઇ જહાજમાં સફર કરી રહેલા યાત્રીઓ માટ વાઇફાઇ ઓનબોર્ડના માધ્યમથી ઇન્ટરનેટ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. અત્યાર સુધી હવાઇ સફર દરમિયાન મોબાઇલ સેવા અને ઇન્ટરનેટને પૂરી રીતે બંધ કરવાનું કહેવામાં આવતુંહતુ. યાત્રી તેમના ફોનનો ઉપયોગ એ સમય સુધી કરી શકતા હતા જ્યા સુધી ફ્લાઇટ એરપોર્ટ પર ન પહોંચે.

    જે કંપનીઓ ફ્લાઇટમાં આ સુવિધા આપવા ઇચ્છશે તેમણે આ માટે અલગથી લાઇસેન્સ લેવું પડશે. આ સુવિધા ભારતીય વાયુસીમાની અંદર ઘરેલૂ અને વિદેશી બંને પ્રકારનાં યાત્રિયોને મળી શકશે. આ સુવિધા માટે સરકારને હાલનાં ટેલિગ્રાફ એક્ટમાં બદલાવ કરવો પડશે.

    સ્પાઇસજેટ અને જેટ એયરવેઝ સેવાઓ આપવા માટે પહેલાથી જ દાખવી ચુકી છે. આ ફ્લાઇટ સર્વિસ પ્રોવાઇડરને 1 રૂપિયામાં તેનું લાઇસેન્સ મળશે. પરંતુ ટેક-ઑફ લેન્ડિંગ દરમિયાન વાત નહી થઇ શકે. વિદેશી એયરલાઇન્સમાં પહેલાથી જ આ સુવિધા છે. ભારતમાં ગાઇડલાઇન્સ ના હોવાથી આ સર્વિસ આપવામાં નથી આવતી.
    Published by:Bhoomi Koyani
    First published: