હવે કપડાથી ફોન ચાર્જ થઈ શકશે, જાણો કેવી રીતે શક્ય છે?

News18 Gujarati
Updated: February 4, 2019, 11:48 AM IST
હવે કપડાથી ફોન ચાર્જ થઈ શકશે, જાણો કેવી રીતે શક્ય છે?
પ્રતિકાત્મક તસવીર

તાજેતરમાં નોટિંઘમ ટ્રેન્ટ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક એવું ડિવાઇસ તૈયાર કર્યુ છે, જેના દ્વારા કપડાથી ફોન ચાર્જ થઈ શકશે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: વર્તમાન સમયમાં સ્માર્ટફોન કંપનીઓ દમદાર બેટરી સાથેના સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. ઘણી વાર એવું થતું હોય છે કે તમે ફોન ચાર્જ કરવા માટે ચાર્જિંગ પોઇન્ટ શોધતા હો પરંતુ તમને ચાર્જિંગ પોઇન્ટ ન મળે. જોકે, આગામી સમયમાં ચાર્જિંગની આ સમસ્યાથી છુટકારો મળી જશે. તમે તમારા કપડાથી જ ફોન ચાર્જ કરી શકશો, જાણો કેવી રીતે?

તાજેતરમાં નોટિંઘમ ટ્રેન્ટ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક એવું ડિવાઇસ તૈયાર કર્યુ છે, જેના દ્વારા કપડાથી ફોન ચાર્જ થઈ શકશે. આ ડિવાઇસ દ્વારા ફોન તો ચાર્જ થઈ શકશે પરંતુ તેની સાથે ફિટનેસ ટ્રેકર અને ટેબલેટ પણ ચાર્જ થઈ શકશે.

પ્રાપ્ત માહિતી મુજબ, આ ડિવાઇસ 3MM લાંબુ અને 1.5 MM પહોળું હશે. આ ડિવાઇસની વિશેષતાએ હશે કે તેમં સોલર પૅનલ લગાડાયેલી હશે. વૈજ્ઞાનિકોના મતે આ ડિવાઇસ કપડામાં સીવાઈ જશે જેથી તેને નરી આંખો જોઈ નહીં શકાય.

યૂનિવર્સિટીના પ્રોફેસર તિલક ડાયસના મતે કપડામાં લાગેલું આ ડિવાઇસ પાવર જનરેટ કરશે, જેના દ્વારા લોકોને ટેબલેટઅને ફોન ચાર્જ કરવા માટે પ્લગની જરૂીરયાત નહીં રહે.
First published: February 4, 2019, 11:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading