Home /News /tech /

Nothing Ear 1 TWS Earbuds: ભારતમાં લોન્ચ થયા સૌથી પહેલા ટ્રાન્સ્પરન્ટ ઇયર બડ્સ, જાણો કિંમત અને ફિચર્સ

Nothing Ear 1 TWS Earbuds: ભારતમાં લોન્ચ થયા સૌથી પહેલા ટ્રાન્સ્પરન્ટ ઇયર બડ્સ, જાણો કિંમત અને ફિચર્સ

Nothing Ear 1 TWS Earbuds: ભારતીય યૂઝર્સ 17 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ દ્વારા આ ઇયરફોન ખરીદી શકશે, જાણો કેટલા રૂપિયામાં મળશે

Nothing Ear 1 TWS Earbuds: ભારતીય યૂઝર્સ 17 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ દ્વારા આ ઇયરફોન ખરીદી શકશે, જાણો કેટલા રૂપિયામાં મળશે

જેની લોકો આતુરતાથી રાહ જોતા હતા તે નથિંગ ઇયર 1 ટ્રૂ વાયરલેસ સ્ટીરીયો (Nothing Ear 1 TWS Earbuds) ઇયરફોન ભારતમાં લોન્ચ થઇ ગયા છે અને ભારતમાં તેની કિંમત રૂ. 5999 રહેશે. આ નવા TWS ઇયરફોન યૂકેની એક નવી ઇલેક્ટ્રોનિક બ્રાન્ડના છે, જે OnePlus સહ-સંસ્થાપક કાર્લ પેઇને સમર્થિત છે. ધ નથિંગ ઇયર 1 ટ્રૂ વાયરલેસ ઇયરફોન કંપનીની પહેલી પ્રોડક્ટ તરીકે લોન્ચ કરવામાં આવી છે. 17 ઓગસ્ટથી ભારતમાં યૂઝર્સ ફ્લિપકાર્ટ (Flipkart) દ્વારા આ ઇયરફોન ખરીદી શકશે અને તેમાં પ્રીમિયમ ફિચર્સની સાથે વાયરલેસ ચાર્જીંગ અને એક્ટિવ નોઇસ કેન્સલેશન જેવી સુવિધાઓ પણ મળશે.
નથિંગના સીઇઓ અને કો-ફાઉન્ડર કાર્લ પેઈએ જણાવ્યું કે, નથિંગ ઈઅર 1 આધુનિક ટેક્નોલોજી, એન્જીનિયરિંગ અને ગ્રાઉન્ડ બ્રેકિંગ ડિઝાઇન સાથે માનવામાં ન આવે તેટલી ઓછી કિંમતે ઉપલબ્ધ થશે.

ભારતમાં કેટલી હશે કિંમત, ક્યાંથી મળશે આ પ્રોડક્ટ?

વિશ્વના અન્ય દેશોની સરખામણીએ નથિંગ ઇયર 1 ભારતમાં ખૂબ વ્યાજબી કિંમતે મળશે. જ્યારે તેની કિંમત યુએસમાં $99 (લગભગ રૂ. 7400), યુકેમાં GBP 99 (લગભગ રૂ. 10,200) અને અને યુરોપમાં EUR 99 (લગભગ રૂ. 8700) છે. ટ્રૂ વાયરલેસ ઇયરફોન ભારતમાં મિડ રેન્જ ટ્રૂ વાયરલેસ સેગમેન્ટ જેમ કે ઓપ્પો, સોની, સેમસંગ અને એન્કર સાઉન્ડકોર જેવી બ્રાન્ડ્સને મજબૂત ટક્કર આપશે. જોકે પ્રીમીયમ ફિચર અને ડિઝાઇનથી નથિંગ ઇયર 1 આ સ્પર્ધાની લાઇનમાંથી થોડા અલગ અને આકર્ષિત રહેશે.

આ પણ વાંચો, Instagram યૂઝર્સ પોસ્ટ અપલોડ કરીને કમાઈ શકશે પૈસા, ઓછા Followers હોવા છતાં મળશે પૈસા

ભારતીય ગ્રાહકો 17 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ પરથી આ ઇયરફોન ખરીદી શકશે. તેથી ઇચ્છૂક ગ્રાહકોએ તેના માટે થોડી રાહ જોવી પડશે. જોકે હાલમાં જ OnePlus Buds Pro સાથે કંપનીને સ્પર્ધાનો સામનો કરવા પડ્યો હતો, જેની કિંમત પણ નથિંગ ઇયર 1 જેટલી જ રાખવામાં આવી છે.

જાણો Nothing Ear 1ના ફીચર્સ

નથિંગનો કોન્સેપ્ટ શરૂઆતથી જ ટ્રાન્સ્પરન્ટ ડિઝાઇન સાથે ટ્રૂ વાયરલેસ ઇયરફોન તૈયાર કરવાનો અને હાલ તૈયાર કરેલ પ્રોડક્ટ ઘણી હદે તે કોન્સેપ્ટ સાથે મળતો આવે છે, જેમાં બહારનો ભાગ ટ્રાન્સ્પરન્ટ હોવાથી ઇયરફોનનો અંદરનો ભાગ સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. એટલું જ નહીં પરંતુ ચાર્જીંગ કેસ પણ યૂનિક અને આકર્ષિત ડિઝાઇન સાથે ટ્રાન્સ્પરન્ટ રાખવામાં આવ્યું છે. જ્યારે ઇયરફોન ચાર્જીંગમાં હશે ત્યારે તમે તેને જોઇ શકશો અને કેસની અંદર થતી ઇન્ડિકેટર લાઇટ્સ પણ નિહાળી શકશો.

નથિંગ ઇયર 1 કેસને ચાર્જ કરવા માટે USB Type-C અને Qi વાયરલેસ ચાર્જીંગ પર આધારિત છે. કેસની બેટરીમાંથી પાવર મેળવવા માટે ઈયરપિસ તેમાં મેગ્નેટિકલી ચોંટી જશે. તેની બેટરી લાઇફ વિશે દાવો કરાયો છે કે સિંગલ ચાર્જમાં 5થી 7 કલાક સુધી ઇયરફોન ચલાવી શકાય છે અને કેસની સાથે કુલ 34 કલાક સુધી બેટરી ચાલે છે. કેસમાંથી 5 વખત ઈરફોન્સને ચાર્જ કરી શકાય છે. USB Type-C દ્વારા 10 મિનિટના ચાર્જમાં તેને ફાસ્ટ ચાર્જીંગ કરી શકાય છે અને 8 કલાક સુધી સાંભળી શકાય તેવો દાવો કરાયો છે.

આ પણ વાંચો, નોકિયાએ લોન્ચ કર્યા બે નવા સ્માર્ટફોન Nokia XR20 અને Nokia C30, જાણો કિંમત અને ફિચર્સ

તાજેતરમાં આ પ્રાઇસ રેન્જમાં ઘણા પ્રોડક્ટની જેમ નથિંગ ઇયર 1માં એક્ટિવ સાઉન્ડ બંધ કરવાની સુવિધા છે, જેમાં લેવલને કંટ્રોલ કરવા માટે બે ઇન્ટેન્સિટી લેવલ છે. આ ઉપરાંત તેમાં ટ્રાન્સ્પરન્સી મોડી પણ છે. જેથી આજૂબાજુનો અવાજ સાંભળી શકાય. નથિંગ ઇયર 1માં પ્લેબેક, નોઇસ કેન્સલેશન, ટ્રાન્સ્પરન્સી મોડ અને વોલ્યૂમને સરળતાથી મેનેજ કરી શકાય તે માટે ટચ કંટ્રોલ પણ છે.

Ear 1 એપ દ્વારા કંટ્રોલ અને નોઇસ કેન્સલેશન ઇન્ટેનસિટીનું સેટિંગ ટોગલ અને કસ્ટમાઇઝ કરી શકાશે. આ એપ iOS અને એન્ડ્રોઇડ બંને માટે ઉપલબ્ધ રહેશે. આ એપમાં અન્ય ફીચર્સમાં ઇક્વલાઇઝર સેટિંગ્સ, ફાસ્ટ પેરિંગ અને ફર્મવેર અપડેટ ઉપરાંત ઇન-ઇઅર ડિટેક્શન સામેલ છે, જેનાથી ઈઅરપીસને કાનમાં નાંખવા કે કાઢવા પર સોંગ વાગે અને બંધ થાય છે.

નથિંગ ઇઅર 1માં સ્વીડન સ્થિત ટીનેજ એન્જીનિયરીંગના સહયોગથી ડિઝાઇન અને વિકસિત કરાયેલા 11.6mm ડાયનેમિક ડ્રાઇવર્સ છે. કનેક્ટિવિટી માટે SBC અને AAC બ્લૂટૂથ કોડેક્સ સપોર્ટ માટે બ્લૂટૂથ 5.2 છે.
First published:

Tags: Bluetooth, Earbuds, Features, Nothing Ear 1, Price In india, Specifications, TWS, ટેક ન્યૂઝ

આગામી સમાચાર