માથાફરેલ કિમ જોંગ ઉને ટ્રેનમાંથી છોડી મિસાઈલો, ઉત્તર કોરિયાની આ અનોખી તાકાત જોઈ ખળભળાટ

આ મિસાઇલો ટ્રેનની મિસાઇલ રેજિમેન્ટની કવાયત દરમિયાન છોડવામાં આવી હતી. જે 800 કિલોમીટર (500 માઇલ) દૂર દરિયાઈ લક્ષ્ય પર સચોટ રીતે પહોંચી હતી

north Korea kim jong un latest missile launch from train: સરકારી મીડિયા દ્વારા બતાવવામાં આવેલા ફૂટેજમાં જ્વાળાઓમાં લપેટાયેલી બે જુદી જુદી મિસાઇલો રેલ-કાર લોન્ચર્સમાંથી બહાર આવતી જોવા મળે છે. ઉત્તર કોરિયા પાસે રેલ્વે નેટવર્ક છે. જેથી ટ્રેન દ્વારા મિસાઇલ પરીક્ષણની ટેકનોલોજીના કારણે ઉત્તર કોરિયા હવે દેશના કોઈપણ ખૂણામાંથી મિસાઇલ છોડી શકે છે.

 • Share this:
  ઉત્તર કોરિયાએ પહેલી વાર ટ્રેનમાંથી બેલેસ્ટિક મિસાઇલ (Kim jong un lunch Missile Launcher) સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. જેના કારણે વિશ્વમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. નોર્થ કોરિયા (North Korea)ની સત્તાવાર કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે, આ મિસાઇલો ટ્રેનની મિસાઇલ રેજિમેન્ટની કવાયત દરમિયાન છોડવામાં આવી હતી. જે 800 કિલોમીટર (500 માઇલ) દૂર દરિયાઈ લક્ષ્ય પર સચોટ રીતે પડી હતી. આ મિસાઇલનો ઉદ્દેશ રેલવે આધારિત મિસાઇલ સિસ્ટમનું પરીક્ષણ કરવાનો હતો. આ સિસ્ટમ કોઈ પણ જોખમ અથવા ધમકીનો જવાબ આપવા માટે બનાવવામાં આવી છે.

  સરકારી મીડિયા દ્વારા બતાવવામાં આવેલા ફૂટેજમાં જ્વાળાઓમાં લપેટાયેલી બે જુદી જુદી મિસાઇલો રેલ-કાર લોન્ચર્સમાંથી બહાર આવતી જોવા મળે છે. ઉત્તર કોરિયા પાસે રેલ્વે નેટવર્ક છે. જેથી ટ્રેન દ્વારા મિસાઇલ પરીક્ષણની ટેકનોલોજીના કારણે ઉત્તર કોરિયા હવે દેશના કોઈપણ ખૂણામાંથી મિસાઇલ છોડી શકે છે.  જાપાન સહિતના દેશ ચિંતામાં- જાપાનના મુખ્ય કેબિનેટ સચિવ કાત્સુનાબુ કાટોનું કહેવું છે કે અમે ઉત્તર કોરિયાના મિસાઇલ પ્રક્ષેપણ અંગે ચિંતિત છીએ. અમે અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથે મળીને તેની દેખરેખ રાખીશું.

  ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે શસ્ત્રોની હરીફાઈ- ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે શસ્ત્રોની ગળાકાપ હરીફાઈ જામી છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે કહ્યું હતું કે, તેમણે બુધવારે બપોરે તેની પ્રથમ અંડરવોટર મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલ 3,000 ટનની સબમરીનમાંથી છોડવામાં આવી હતી.  પરમાણું વાટાઘાટો અંગે અમેરિકા પર દબાણ લાવવા પ્રયાસ- નિષ્ણાતોનું કહેવું છે કે, મિસાઇલ પરીક્ષણો ફરી શરૂ કરવાનો ઉત્તર કોરિયાનો ઉદ્દેશ પરમાણુ વાટાઘાટો અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન પર દબાણ લાવવાનો હોઈ શકે છે. જ્યારે અમેરિકાના મિસાઇલ નિષ્ણાત એડમ માઉન્ટનું કહેવું છે કે, પરમાણુ તાકાત વધારવા માંગતા દેશો માટે ટ્રેન આધારિત મિસાઇલ સિસ્ટમ સસ્તો અને વિશ્વસનીય વિકલ્પ છે. રશિયાએ પણ આ સિસ્ટમ વિકસાવી હતી અને અમેરિકા પણ તેના પર વિચાર કરી રહ્યું છે.

  ઉત્તર કોરિયાએ અગાઉ જાન્યુઆરી અને માર્ચ મહિનામાં પણ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. ઉત્તર કોરિયા આ મિસાઈલ બે વર્ષથી તૈયાર કરી રહ્યું છે. જે 1500 કિમીના અંતરે પણ પ્રહાર કરવા સક્ષમ છે. આ મિસાઈલમાં ન્યુક્લિયર ક્ષમતા ધરાવતી સિસ્ટમ હોવાનું પણ નિષ્ણાંતો કહી રહ્યા છે.
  First published: