આ છે આ વર્ષના 20 સૌથી નબળા પાસવર્ડ, ક્યાંક તમે પણ નથી રાખ્યોને આવો Password, જુઓ યાદી

Alert: આ પ્રકારના પાસવર્ડને ખૂબ સરળતાથી અને ક્ષણભરમાં Crack કરી શકાય છે, ચેતીને રહેજો

Alert: આ પ્રકારના પાસવર્ડને ખૂબ સરળતાથી અને ક્ષણભરમાં Crack કરી શકાય છે, ચેતીને રહેજો

 • Share this:
  નવી દિલ્હીઃ પાસવર્ડ મેનેજર સોલ્યૂશન આપનારી ફર્મ NordPassએ 2020ના સૌથી ખરાબ પાસવર્ડની યાદી બહાર પાડી છે. તેમાં એક પાસવર્ડ કેટલી વાર લીક થયો છે કે ફરી કેટલી વાર યૂઝ કરવામાં આવ્યો છે, તેને લઈને પણ જાણકારી આપવામાં આવી છે. NordPassએ પોતાની યાદીમાં પણ જણાવ્યું છે કે પાસવર્ડને ક્રેક કરવામાં કેટલો સમય લાગે છે. આ રિપોર્ટ મુજબ મોટાભાગના લોકો સરળ પાસવર્ડનો ઉપયોગ કરે છે, જેથી તેઓ તેને સરળતાથી યાદ કરી શકે પરંતુ આ પ્રકારના પાસવર્ડ ખૂબ જ સરળતાથી ક્રેક થઈ જાય છે.

  આ છે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પાસવર્ડ

  આ વર્ષના સૌથી પ્રચલિત પાસવર્ડ 123456 અને 123456789 રહ્યા છે. આ યાદીમાં આપવામાં આવેલા મોટાભાગના પાસવર્ડ એક સેકન્ડથી પણ ઓછા સમયમાં ક્રેક થઈ શકે છે. 123456 ઉપરાંત આ યાદીમાં picture1, password અને 12345678 જેવા ખૂબ નબળા અને ખરાબ પાસવર્ડ સામેલ છે. બીજી તરફ picture1નો ઉપયોગ લોકોમાં સૌથી વધુ છે.

  અહીં ચેક કરો સમગ્ર યાદી- NordPassએ 2020ના 200 એવા પાસવર્ડની યાદી જાહેર કરી છે જે સૌથી વધુ કૉમન છે. તેમાંથી 20 નંબરનો પાસવર્ડ ખૂબ નબળો છે. આ એવા પાસવર્ડ છે જેને સામાન્ય હેકર પણ થોડીક સેકન્ડ્સમાં ક્રેક કરી શકે છે.
  1. 123456
  2. 123456789
  3. picture1
  4. password
  5. 12345678
  6. 111111
  7. 123123
  8. 12345
  9. 1234567890
  10. senha
  11. 1234567
  12. qwerty
  13. abc123
  14. Million2
  15. 000000
  16. 1234
  17. iloveyou
  18. aaron431
  19. password1
  20. qqww1122

  આ પણ વાંચો, પતિના મોત બાદ પત્નીએ 4 દિવસ સુધી ન કરવા દીધા અંતિમ સંસ્કાર, કહ્યું- પહેલા મકાન મારા નામે કરાવો

  આ ઉપરાંત 123, omgpop, 123321, 654321 અને qwertyuiop આ એવા પાસવર્ડ છે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. ફર્મે સલાહ આપી છે કે જો તમે પણ આ 200ની યાદીમાંથી કોઈ એક પાસવર્ડ યૂઝ કરી રહ્યા છો તો તેને તાત્કાલીક બદલી લો. કારણ કે એવામાં તમે ક્યારે પણ હેકિંગનો શિકાર થઈ શકો છો.

  આ પણ વાંચો, આ દેશમાં વૃદ્ધોને ફરીથી જુવાન કરવાનો દાવો, 35 લોકો પર હાથ ધરાઈ સ્ટડી


  આ પ્રકારના પાસવર્ડનો કરો ઉપયોગ

  પાસવર્ડ સેટ (Password Set) કરતી વખતે મિક્સ્ડ કેરેક્ટર્સનો ઉપયોગ કરો. અપર કેસ, લોઅર કેસ, સ્પેશલ કેરેક્ટર્સને મળીને રેન્ડમ પાસવર્ડ બનાવો. સ્ટ્રોંગ પાસવર્ડ (Strong Password) માટે પાસવર્ડ જનરેટર ટૂલનો ઉપયોય પણ કરી શકે છે.
  Published by:Mrunal Bhojak
  First published: