ભારતમાં બહુ ઝડપથી લૉંચ થઈ શકે છે Nokiaનું T20 ટેબ, જાણો ફીચર અને કિંમત

નોકિયા ટી20 ટેબલેટ

Nokia T20 tablet: ટેબલેટમાં 8MPનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે, જે LED ફ્લેશ સાથે આવે છે. જ્યારે ફ્રન્ટ કેમેરો 5MPનો સેલ્ફી કેમેરા છે.

  • Share this:
    નવી દિલ્હી: નોકિયાનું એક નવું ટેબ ભારતીય બજારમાં ખૂબ ઝડપથી લૉંચ થવાનું છે. આ ટેબનું નામ Nokia T20 છે. આ ટેબલેટને ઈ-કૉમર્સ પ્લેટફોર્મ Flipkart પર ટીઝ કરવામાં આવ્યું છે. તેની માઇક્રો સાઇટ પણ તૈયાર કરવામાં આવી છે. ફ્લિપકાર્ટ (Flipkart) પર ટેબલેટનું બેનર જાહેર થઈ ગયું છે, જેનાથી તેને બહુ ઝડપથી લૉંચ કરવામાં આવશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. નોકિયાના આ ટેબલેટમાં 10.4-Inchનું 2K ડિસ્પ્લે મળી શકે છે. સાથે જ 8200mAhની બેટરી આપવામાં આવી શકે છે.

    જોકે, ટેબલેટ ક્યારે લૉંચ કરવામાં આવશે તેનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે નોકિયાએ તાજેતરમાં જ યૂરોપિયન બજારમાં તેને લૉંચ કર્યું છે. તેમાં 2K ડિસ્પ્લે, Unisoc T610 Octa-Core પ્રોસેસર, 8MPનો રિયર કેમેરો, અને 8200mAhની બેટરી આપવામાં આવી છે.

    કિંમત કેટલી હોઈ શકે?

    Nokia T20ની યૂરોપમાં શરૂઆતની કિંમત 122 યૂરો (આશરે 17,200) રૂપિયા છે. આ કિંમત ડિવાઇસના વાઈફાઈ વેરિએન્ટની છે. જ્યારે તેની વાઈફાઈ+4G મૉડલની કિંમત આશરે 239 યૂરો (આશરે 20,600) રૂપિયા છે. ફક્ત વાઈફાઈ સપોર્ટ સાથેનું વેરિએન્ટ 3GB RAM + 32GB સ્ટોરેજ અને 4GB RAM + 64GB સ્ટોરેજ વિકલ્પ સાથે આવે છે. જ્યારે Wi-Fi + 4G મૉડલ ફક્ત એક કન્ફિગ્રેશન 4GB RAM + 64GB સ્ટોરેજ સાથે ઉપલબ્ધ છે.

    આ પણ વાંચો: Sony Xperia Pro-I: સોનીનો નવો ફ્લેગશીપ ફોન થયો લૉંચ, સ્પેસિફિકેશન અને કિંમત જાણીને ચોંકી જશો

    નોકિયા T20ના અન્ય ફીચર

    Nokia T20 ટેમ્બલેટમાં 2000 x 1200 pixels રિઝોલ્યૂશન અને 5:3 આસ્પેક્ટ રેશિયોનું 10.4-inchનું 2K ડિસ્પ્લે મળે છે. આ ઉપરાંત ડિસ્પ્લે 226 PPI પિક્સલ ડેન્સિટી, 400 Nitsની બ્રાઇટનેસ અને 60Hz રિફ્રેશ રેટ સાથે મળે છે. ડિવાઇસમાં 12nmની Unisoc Tiger T610 ચિપસેટ આપવામાં આવી છે, જે 3GB અને 4GB RAM તેમજ 32GB અને 64GB સ્ટોરેજ સાથે આવે છે. આ સ્ટોરેજને માઇક્રો એસડી કાર્ડની મદદથી 512GB સુધી વધારી શકાય છે.

    આ પણ વાંચો: HP Smart Tank 700 series: બંને બાજુ પ્રિન્ટ કરી શકતા પ્રિન્ટરની સિરીઝ લૉંચ

    ટેબલેટમાં 8MPનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે, જે LED ફ્લેશ સાથે આવે છે. જ્યારે ફ્રન્ટ કેમેરો 5MPનો સેલ્ફી કેમેરા છે. Nokia T20 ટેબલેટ Android 11 પર કામ કરે છે અને કંપનીનું માનીએ તો તેમાં બે વર્ષ સુધી ઓપરેટિંગ સિસ્ટમ અને ત્રણ વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ્સ મળશે. બેટરીની વાત કરીએ તો તેમાં 8200mAhની બેટરી આપવામાં આવી છે, જે 15Wના ચાર્જિંગને સપોર્ટ કરે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: