Nokiaએ રજૂ કર્યા આ બે ખાસ સ્માર્ટફોન, ઓછી કિંમતમાં વધુ ખુશી

Nokia 3.2 અને Nokia 4.2 બજેટ સેગમેન્ટની કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યા છે

Nokia 3.2 અને Nokia 4.2બજેટ સેગમેન્ટની કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યા છે

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: સ્પેનના બાર્સિલોનામાં આયોજીત મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2019 (MWC2019)માં Nokiaએ પાંચ સ્માર્ટફોન Nokia 9 Pure View, Nokia 4.2, Nokia 3.2, Nokia 1 Plus અને નોકિયા 210 (ફીચર ફોન) લોન્ય કર્યા છે. વાત કરીએ તેના બે સ્માર્ટફોન Nokia 3.2 અને Nokia 4.2ની તો આ બન્ને બજેટ સેગમેન્ટની કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યા છે. જાણો ચાણીએ ફોનના ફીચર્સ.

    Nokia 4.2

    આ ફોનમાં 5.7 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોન ક્વોલકોમ સ્નેપડ્રેગન 439 પ્રોસેસર છે. ફોનમાં ફિંગરપ્રિન્ટ અને ફેસ અનલોક જેવા ફીચર્સ પણ છે. સ્ટોરેજની વાત કરીએ તો ફોનમાં 2GB રેમ+16GB સ્ટોરેજ અને 3GB રેમ+32GB વેરિએન્ટ છે.

    ફોનમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરા અને 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા છે. પાવર માટે 3,000 mAH બેટરી છે. આ ફોનની શરૂઆતની કિંમત 169 ડોલર (લગભગ 12,000 રૂપિયા) હશે.

    Nokia 3.2

    આ સ્માર્ટફોનમાં 6.26 ઇંચની HD ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું સ્ક્રીન રિઝોલ્યુશન 720x1520 પિક્સલ છે. નોકિયાનો આ ફોન પણ ફેસ અનલોક અને ફિંગરપ્રિન્ટ અનલોકને સપોર્ટ કરશે. સ્ટોરેજની વાત કરીએ તો આ ફોન 2GBરેમ+16GB સ્ટોરેજ અને 3GBરેમ+32GB વેરિએન્ટમાં આવશે.

    આ પણ વાંચો: Foldable Phone: કેટલા અલગ છે Huawei Vs Samsung ફોન?

    આ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ રિયર કેમરો આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો ફિક્સ્ડ ફોકસ કેમેરો છે. આ ફોનમાં 4,000 mAh છે. કંપનીનો દાવો છે કે આ ફોનની બેટરી 3 દિવસ સુધી ચાલશે. આ સ્માર્ટફોનની શરૂઆતી કિંમત 139 ડોલર (લગભગ 10,000 રૂપિયા) છે.

    આ બન્ને ફોનની ખાસિયતની વાત કરીએ તો આમાં Artificial Intelligence કેમેરા, ફેસ અનલોક ફીચર અને વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે આપવામાં આવી છે. ઉપરાંત આ સ્માર્ટફોનમાં ગુગલ આસિસ્ટેન્ટ માટે અલગ બટન આપવામાં આવ્યું છે. પાવર બટનમાં નોટિફિકેશન લાઇટ આપવામાં આવી છે.
    Published by:Azhar Patangwala
    First published: