Home /News /tech /Nokia નો ભરોસો! ભારતમાં લોન્ચ થયો અફલાતૂન ફોન, 4000ના ઈયરબડ્સ ફ્રી મળશે, જાણો કિંમત અને ફીચર્સ

Nokia નો ભરોસો! ભારતમાં લોન્ચ થયો અફલાતૂન ફોન, 4000ના ઈયરબડ્સ ફ્રી મળશે, જાણો કિંમત અને ફીચર્સ

Nokia G60 5G Launched: ભારતમાં પોતાનો પહેલો 5G સ્માર્ટફોન Nokia G60 લોન્ચ કરી દીધો છે. Nokia G60 બજેટ ફ્રેન્ડલી સેગમેન્ટ સ્માર્ટફોન છે. જાણો તેની કિમત અને ફીચર્સ

Nokia G60 5G Launched: ભારતમાં પોતાનો પહેલો 5G સ્માર્ટફોન Nokia G60 લોન્ચ કરી દીધો છે. Nokia G60 બજેટ ફ્રેન્ડલી સેગમેન્ટ સ્માર્ટફોન છે. જાણો તેની કિમત અને ફીચર્સ

    નોકિયાએ ભારતમાં પોતાનો પહેલો 5G સ્માર્ટફોન Nokia G60 લોન્ચ કરી દીધો છે. Nokia G60 બજેટ ફ્રેન્ડલી સેગમેન્ટ સ્માર્ટફોન છે. જેની કિંમત રૂ. 29,999ની (Nokia G60 5G Price) આસપાસ છે. તેમાં 50 મેગાપિક્સલનો કેમેરા સહીત ઘણા જોરદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફોનમાં ડ્યુઅલ સિમ સાથે eSIM સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.

    Nokia G60ના ફીચર્સ અને કિંમત

    આ ફોનની સૌથી ખાસ વાત 50 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ અને તેની 120Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે છે. આ ફોનમાં ગ્રાહકોને ત્રણ Android OS અપડેટ્સ અને ત્રણ સિક્યોરીટી અપડેટ્સ મળશે. નોકિયા G60 5Gને ભારતમાં 29,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે.

    સ્માર્ટફોન સાથે 3,599 રૂપિયાના ઇયરબડ્સ મળશે ફ્રી

    કંપનીનું કહેવું છે કે, 1થી 7 નવેમ્બર સુધી Nokia G60 5G સાથે નોકિયા પાવર ઇયરબડ્સ (Power EarBuds) લિમિટેડ ઓફર તરીકે ફ્રીમાં આપવામાં આવશે. આ ઇયરબડ્સની કિંમત 3,599 રૂપિયા છે.

    લુક અને ડિઝાઇનની વાત કરીએ, તો Nokia G60 5Gમાં ટ્રેડિશનલ લુકની જગ્યાએ ફ્લેટ બોડી ડિઝાઇન આપવામાં આવી છે અને તે થોડી આઇફોન 12 સીરીઝ જેવી જ દેખાય છે. કંપનીએ આ ફોનને બ્લેક અને આઇસ કલર વેરિએન્ટમાં રજૂ કર્યો છે. આ સ્માર્ટફોન 6GB RAM અને 128GB સ્ટોરેજ સાથે ઉપલબ્ધ છે. નોકિયા G60 5Gમાં 6.5 ઇંચની ફુલ-એચડી+રિઝોલ્યુશન (1080×2400 પિક્સલ) ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 120Hz છે.

    ડિસ્પ્લે, કેમેરા અને બેટરીની કેપેસિટી

    સ્ક્રીનની સુરક્ષા માટે તેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 આપવામાં આવ્યો છે. ડિસ્પ્લેમાં જૂની વોટરડ્રોપ-સ્ટાઇલ નોચ છે, જે 400ની બ્રાઇટનેસ આપે છે.

    કેમેરા તરીકે Nokia G60 5Gમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા સેન્સર, 5 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એન્ગલ સેન્સર અને 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. તેનો રિયર કેમેરો રાઉન્ડ શેપનો છે અને ફોનના નોચમાં 8 મેગાપિક્સલનો કેમેરો પણ શામેલ છે.

    નોકીયાના આ સ્માર્ટફોનમાં 4500mAhની બેટરી આપવામાં આવી છે. આ બેટરીને 20W ફાસ્ટ ચાર્જિંગ દ્વારા ચાર્જ કરી શકાય છે. બીજી તરફ કનેક્ટિવિટી માટે આ ફોનમાં બ્લૂટૂથ 5.1, 3.5mm જેક, ટાઇપ-સી પોર્ટ અને ડ્યુઅલ બેન્ડ વાઇ-ફાઇ આપવામાં આવ્યું છે.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन